Space News: અમેરિકાને મળી ગયો અંતરિક્ષમાં સોનાનો લઘુગ્રહ ? નાસા મોકલી રહ્યું છે સ્પેસક્રાફ્ટ
NASA And Space News: પૃથ્વી પર હાલના સમયમાં સોનાની કિંમત ખૂબ ઊંચી છે. અને તેનું કારણ છે કે દરેક દેશ પોતાના ત્યાં સોનાનો મહત્તમ જથ્થો અનામત રાખવા માંગે છે. અમેરિકા પણ આવું જ કરી રહ્યું છે અને હવે તે સોનાની શોધમાં અવકાશમાં પહોંચી રહ્યું છે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે, નાસાને અંતરિક્ષમાં એક સોનાનો ક્ષુદ્રગ્રહ મળ્યો છે, જેના પર રિસર્ચ થઇ રહ્યું છે, જાણો ડિટેલ્સ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવકાશમાં અસંખ્ય તારાઓ, ગ્રહો અને લઘુગ્રહો રહેલા છે. આમાંથી કેટલાય એસ્ટરૉઇડ ધાતુઓથી બનેલા છે જેની કિંમત પૃથ્વી પર અનેકઘણી વધારે છે. આવો જ એક લઘુગ્રહ છે જે સોનાનો બનેલો છે.
અમેરિકાએ આ સોનેરી લઘુગ્રહ શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં તેની સ્પેસ એજન્સી નાસા દ્વારા તેના પર અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
અમે જે એસ્ટરૉઇડ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સાઇકી. અમેરિકન સ્પેસ એજન્સી નાસા સ્પેસએક્સ કંપની દ્વારા આ એસ્ટરૉઇડ પર સ્પેસક્રાફ્ટ મોકલશે જે અહીં સેમ્પલ એકત્રિત કરશે અને તેનું પરીક્ષણ કરશે.
જો કે, આ એસ્ટરૉઇડની શોધ સૌપ્રથમ ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેની શોધ કરવામાં આવી ત્યારે આ એસ્ટરૉઇડ 16માં નંબર પર હતો. એટલે કે આ પહેલા 15 એસ્ટરોઇડની શોધ થઈ હતી.
આ એસ્ટરૉઇડનું નામ ગ્રીક દેવી સાઇકીના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગ્રીક સભ્યતા અનુસાર, સાયક એ આત્માની દેવીનું નામ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ લઘુગ્રહ પર અનેક પ્રકારની ધાતુઓ હોઈ શકે છે. તેમાં પ્લેટિનમ અને સોના જેવી કિંમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે.
આ એસ્ટરૉઇડ પૃથ્વીથી 50 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે, એટલે કે જો પૃથ્વી પરથી પ્રકાશ ત્યાં પહોંચવો હોય તો તેને પણ 31 મિનિટ લાગશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ એસ્ટરૉઇડ 165800 ચોરસ કિલોમીટરથી વધુ મોટો છે.