મળી ગઇ બીજી પૃથ્વી! વૈજ્ઞાનિકોની નવી શોધે તમામને ચોંકાવ્યા, જાણો શું છે દાવો?
Super Earth ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ દ્વારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક્સોપ્લેનેટ LHS 1140 b એક સુપર-અર્થ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ એક્સોપ્લેનેટ પર પાણી હોઈ શકે છે.
ફોટોઃabp live
1/8
Super Earth ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ દ્વારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક્સોપ્લેનેટ LHS 1140 b એક સુપર-અર્થ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ એક્સોપ્લેનેટ પર પાણી હોઈ શકે છે.
2/8
આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે ધરતી સિવાય અન્ય વસવાટ કરી શકાય તેવા એક્સોપ્લેનેટની મહત્વની શોધ કરી છે. આ એક એવો ગ્રહ છે જે પૃથ્વી જેવો જ દેખાય છે. ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સના અહેવાલ મુજબ, સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક્સોપ્લેનેટ એલએચએસ 1140 બી સુપર-અર્થ હોઈ શકે છે. આ સમય દરમિયાન, વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એક્સોપ્લેનેટ પર પાણીથી ભરેલો મહાસાગર હોવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સોપ્લેનેટ એલએચએસ 1140 બી સેટસ નક્ષત્રમાં લગભગ 48 પ્રકાશ વર્ષોના અંતરે સ્થિત છે.
3/8
વાસ્તવમાં યુનિવર્સિટી ડી મોન્ટ્રીયલ દ્વારા હાથ ધરવામાં આવેલ રિસર્ચ દર્શાવે છે કે એલએચએસ 1140 બી, જે શરૂઆતમાં મીની-નેપ્ચ્યુન માનવામાં આવતું હતું. જેમાં હાઇડ્રોજનયુક્ત વાતાવરણ હતું. પરંતુ હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના નવા ડેટા દર્શાવે છે કે તે પૃથ્વી કરતા મોટા ખડકોથી બનેલો ગ્રહ છે.
4/8
દરમિયાન યુનિવર્સિટી ડી મોન્ટ્રીયલના લેખક ચાર્લ્સ કેડીયક્સના સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે એલએચએસ 1140 b પર પૃથ્વી જેવા ગ્રહ પર પાણીની પરોક્ષ રીતે પુષ્ટી થઈ છે. ચાર્લ્સ કેડિયક્સે વધુમાં જણાવ્યું હતું કે ગ્રહ તેના વસવાટયોગ્ય ક્ષેત્રમાં લાલ તારાની પરિક્રમા કરે છે, જ્યાં તાપમાન સપાટી પરના પ્રવાહી પાણીને સંભવિતપણે ટેકો આપી શકે છે.
5/8
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટા અન્ય અવકાશ ટેલિસ્કોપના અગાઉના અવલોકનો સાથે મળીને સૂચવે છે કે LHS 1140 b માં પૃથ્વીની તુલનામાં નાઇટ્રોજન-સમૃદ્ધ વાતાવરણ હોવાની સંભાવના છે.
6/8
વૈજ્ઞાનિકોએ શોધ્યું કે LHS 1140 b ના 10 થી 20 ટકા દળ પાણીથી બનેલું હોઈ શકે છે. હાલમાં મોડેલના સંકેતો અનુસાર, તે એક પ્રકારનો સ્નોબોલ ગ્રહ હોઈ શકે છે, જેનો વ્યાસ લગભગ 4,000 કિલોમીટર હોવાની સંભાવના છે.
7/8
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટા, અન્ય અવકાશ ટેલિસ્કોપના અગાઉના અવલોકનો સાથે મળીને સૂચવે છે કે LHS 1140 b માં પૃથ્વીની તુલનામાં નાઇટ્રોજન-સમૃદ્ધ વાતાવરણ હોવાની સંભાવના છે.
8/8
આ ઉપરાંત તેના કેન્દ્રમાં સપાટીનું તાપમાન આરામદાયક 20 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે નાઇટ્રોજન સમૃદ્ધ વાતાવરણની હાજરીની પુષ્ટી કરવા અને અન્ય વાયુઓ શોધવા માટે વધારાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપથી અવલોકનો જરૂરી છે.
Published at : 10 Jul 2024 01:52 PM (IST)