New Zealand Fitness Influencer: ન્યૂઝિલેન્ડની બોડી-બિલ્ડર અને ફિટનેસ ઈન્ફ્લુએન્સર રશેલ ચેઝનું નિધન
New Zealand: ન્યૂઝીલેન્ડની લોકપ્રિય બોડી-બિલ્ડર અને ફિટનેસ ઈન્ફ્લુએન્સર રશેલ ચેઝનું નિધન થયું છે. તે સુંદરતામાં મોડલને પણ ટક્કર આપતી હતી. તે ઘણીવાર લોકોને તેના અંગત જીવનની જાણકારી શેર કરતી હતી. તેની પુત્રીએ આ માહિતી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝીલેન્ડની રશેલ ચેઝના ફેસબુક પર 1.4 મિલિયન ફોલોઅર્સ હતા અને તે ઘણીવાર ફિટનેસ સંબંધિત માહિતી શેર કરતી હતી.
રશેલ ચેઝના મૃત્યુનું કારણ હાલમાં જાણી શકાયું નથી. ન્યૂઝીલેન્ડ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
રશેલ ચેઝ સિંગલ મધર હતી અને તેને કુલ 5 બાળકો હતા.
ન્યૂઝીલેન્ડના ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે મૃત્યુ સંબંધિત કોઈ માહિતી ઉપલબ્ધ નથી. રશેલની દીકરીએ કહ્યુ હતું કે મારી માતા દયાળુ હતી અને હંમેશા અમારા માટે શ્રેષ્ઠ સલાહ આપતી હતી.
News.com.auના અહેવાલ મુજબ, રશેલ ચેઝના લગ્ન 2001માં ક્રિસ ચેઝ સાથે થયા હતા. આ પછી વર્ષ 2015 માં તેના પતિને ડ્રગની દાણચોરીના આરોપમાં 10 વર્ષની જેલ કરવામાં આવી હતી.
રશેલ ચેઝ 2011માં લાસ વેગાસમાં આયોજિત પ્રતિષ્ઠિત ઓલિમ્પિયા બોડીબિલ્ડિંગ ઈવેન્ટમાં ભાગ લેનારી ન્યૂઝીલેન્ડની પ્રથમ મહિલા બની હતી.
રશેલ ચેઝે ખૂબ જ નાની ઉંમરે બોડીબિલ્ડિંગમાં કારકિર્દીની શોધ શરૂ કરી દીધી હતી
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.