નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાને પણ 15 ઓગસ્ટે મળી હતી આઝાદી, જાપાને કર્યો હતો કબજો
દર વર્ષે 15 ઓગસ્ટને ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું પરંતુ શું તમે જાણો છો કે અન્ય ઘણા દેશો એવા છે જ્યાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં આપણે કોરિયાની વાત કરી રહ્યા છીએ. દક્ષિણ કોરિયાને ભારત કરતા બે વર્ષ અગાઉ જાપાનથી આઝાદી મળી હતી. 15 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકન અને સોવિયેત દળોએ કોરિયાને જાપાની કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.
ત્યારથી અહીં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દક્ષિણ કોરિયામાં નેશનલ હોલિડે હોય છે
ઉત્તર કોરિયા આજે ચોક્કસપણે એક અલગ દેશ છે, પરંતુ તે સમયે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એક હતા. તેથી ઉત્તર કોરિયાને પણ 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના કબજામાંથી આઝાદી મળી હતી.
આઝાદીના 3 વર્ષ પછી કોરિયાનું વિભાજન થયું અને દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા બે અલગ દેશ બન્યા. પરંતુ બંનેનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે. ઉત્તર કોરિયામાં પણ 15 ઓગસ્ટે નેશનલ હોલિડે હોય છે.