'બાળકો પેદા કરો અને એક લાખ રૂપિયા લઇ જાવ ', જાણો કઇ સરકારે કરી જાહેરાત
Viral Russia News: એક તરફ ભારત અને ચીનમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે અને લોકો વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે ઘણા દેશો ઓછી વસ્તીને કારણે પરેશાન છે. યોજનામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બાળક જન્મ સમયે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું જોઈએ. મૃત બાળકો માટે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ રશિયા પોતાના નાગરિકોને બાળકો બાળકો પેદા કરવા માટે પૈસા આપી રહ્યું છે. જ્યાં 25 વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરીઓને માતા બનવા પર 1 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
આ યોજના 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ફક્ત તે મહિલાઓનો જ સમાવેશ કરવામાં આવશે જેઓ કોઈપણ યુનિવર્સિટી કે કોલેજની નિયમિત વિદ્યાર્થીનીઓ છે.
આ ઉપરાંત વિદ્યાર્થીની ઉંમર 25 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ અને તે કારેલિયાની રહેવાસી હોવી જોઈએ.
યોજનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બાળક જન્મ સમયે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું જોઈએ. મૃત બાળકો માટે આ યોજનાનો લાભ છોકરીઓ મેળવી શકશે નહીં.
રશિયામાં કારેલિયા એકમાત્ર એવો પ્રદેશ નથી જ્યાં આવી ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, રશિયા તેના 11 નવા ક્ષેત્રોમાં આવી યોજના રજૂ કરવા જઈ રહ્યું છે.
રશિયાની વસ્તી ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય કરતા ઓછી છે, જ્યાં 22 કરોડથી વધુ લોકો રહે છે. જ્યારે રશિયાની વસ્તી 14 કરોડ છે.