Pakistan Flood: પાકિસ્તાનમાં આવેલા પુર બાદ જનજીવન અસ્તવ્યસ્ત, ભારત સાથે વેપારની આશા, જુઓ ફોટો
પાકિસ્તાનના બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાં આવેલા પૂરથી લોકોની હાલત ખરાબ થઈ છે. શાકભાજીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હોવાથી આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને છે. લાહોરના બજારમાં ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું, આ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે અમે ભારત સાથે વેપાર માર્ગો ખોલીશું.
ભારે પૂરની સ્થિતિના કારણે પાકિસ્તાની લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
હાલ લોકો પોતાની ઘરવખરીને બચાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોના આ પૂરમાં મોત થઈ ચક્યા હોવાના અહેવાલ છે.
હાલ અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના શહેરોમાં ડુંગળી અને ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. આ તોરખામ બોર્ડર પરથી આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે.
પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ ભારત સાથેના વેપારને લઈને કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેક પ્રસંગો પર ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી.