નવા વર્ષની ઉજવણીમાં આટલા હજાર કરોડનો દારૂ પી જાય છે દુનિયાભરના લોકો, જાણો આંકડાઓ
આખી દુનિયામાં દારૂ પીનારાઓની કોઈ કમી નથી. પરંતુ જ્યારે નવા વર્ષના સેલિબ્રેશનની વાત આવે ત્યારે તેની સંખ્યા અચાનક વધી જાય છે. આજે અમે જણાવીશું કે નવા વર્ષ નિમિત્તે આખી દુનિયાએ કેટલો દારૂ પીધો છે. આજે વર્ષનો બીજો દિવસ એટલે કે 2જી જાન્યુઆરી. પરંતુ 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ લોકોએ નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી હતી. આ બે દિવસમાં દુનિયાભર લોકોએ કરોડો રૂપિયાનો દારૂ પીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદારૂના શોખીનો કોઇ સેલિબ્રેશનમાં દારૂ પીવાનું ચૂકતા નથી. પરંતુ ખાસ કરીને નવા વર્ષમાં દારૂની માંગ વધુ વધી જાય છે. ભારતીય શહેરોમાં નવા વર્ષ પર પાર્ટી કલ્ચર એટલું પ્રચલિત છે કે મોટાભાગના બાર અને પબ હાઉસફુલ હતા.
પરંતુ દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં નવા વર્ષની ઉજવણી પર દારૂનું વેચાણ રેકોર્ડ તોડી નાખે છે. કારણ કે અહીં લોકો એક જ રાતમાં કરોડો રૂપિયાનો દારૂ પીવે છે.
દુનિયાના દેશોમાં દારૂ પીવા અંગે અલગ-અલગ પ્રકારના આંકડા છે. Statista.com અનુસાર, રોમાનિયા આલ્કોહોલના વપરાશના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે, જ્યાં એક વ્યક્તિ દીઠ 16.91 લિટર દારૂ પીવાય છે.
આ પછી જ્યોર્જિયામાં દારૂ ખૂબ પીવામાં આવે છે જ્યાં 14.48 લિટર એક વ્યક્તિ દીઠ દારૂ પીવાય છે. Czechia ત્રીજા સ્થાને છે, જ્યાં માથાદીઠ 13.3 લિટર દારૂ પીવાય છે. લાતવિયામાં એક વ્યક્તિ દીઠ 12.95 લિટર દારૂ પીવામાં આવે છે. જર્મનીમાં 12.20 લિટર, સેશેલ્સમાં 12.13 લિટર અને ઑસ્ટ્રિયામાં 12.02 લિટર છે.
દારૂ પીનારાઓની યાદીમાં ભારત પણ પાછળ નથી. Statista.com અનુસાર, ભારતમાં સરેરાશ દારૂનો વપરાશ 4.96 લિટર પ્રતિ વ્યક્તિ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આ આંકડો પ્રતિ વ્યક્તિ 0.11 લિટર છે.
નવા વર્ષના દિવસે દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઈડામાં 14 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. ઉત્તરાખંડમાં 14 કરોડ રૂપિયાથી વધુનો દારૂ વેચાયો છે. વિશ્વભરમાં દારૂના વેચાણ અંગે કોઈ ચોક્કસ રિપોર્ટ આવ્યો નથી પરંતુ એવું માનવામાં આવે છે કે નવા વર્ષ પર દુનિયાભરના લોકોએ હજારો કરોડ રૂપિયાનો દારૂ પીધો છે.