બ્રિટનના વડાપ્રધાનને 23 વર્ષ નાની યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ આપ્યો સંતાનને જન્મ ને........
લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને પોતાની ફિયાન્સ સાથે લગ્ન કરી લીધા છે. આ વાત હાલ ટૉક ઓફ ધ ટાઉન બની છે કેમકે પ્રાઇમ મિનીસ્ટરની પત્ની તેમનાથી 23 વર્ષ નાની છે, અને છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે અફરે ચાલી રહ્યું હતુ, અને બન્નેએ એક પુત્રને જન્મ પણ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઇકાલે પીએમે લંડનમાં એક નાનો ખાનગી સમારંભ યોજીને તેની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કરી લીધા હતા. ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં પીએમ બોરિસ જૉનસને તેમના અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં કેરી સાયમન્સ સાતે લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, જ્યારે કેરીના આ પ્રથમ લગ્ન છે. પીએમ બોરિસ જૉનસન 56 વર્ષના છે જ્યારે તેમની ફિયાન્સ કેરી સાયમન્ડ્સ 33 વર્ષની છે. આ બન્ને છેલ્લા કેટલાય સમયથી પ્રેમમા હતા, અને બન્નેએ એપ્રિલ-2020માં એક પુત્રને જન્મ પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 200 વર્ષ બાદ બ્રિટનમાં એવું બન્યું છે કે પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રીએ લગ્ન કર્યા હોય. બોરિસ જૉનસનના કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે આ લગ્ન ફાધર ડેનિયલ હ્યુમ્ફ્રેસ દ્વારા કરાવવામાં આવ્યા હતા, અને આ યુગલના પુત્ર વિલ્ફ્રેડના બાપ્ટિઝમની વિધિ પણ કરવામાં આવી હતી. લગ્ન બાદ ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં યુલગ ઉભું હોય તેવી એક તસવીર પણ વાયરલ કરવામાં આવી છે.
કેરી સાયમન્સ બોરિસ જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસમાં વર્ષ 2010થી કામ કરે છે. 2012માં બોરિસ જૉનસનને ફરી લંડનના મેયર તરીકે ચૂંટાવા માટેના કેમ્પેઇનમાં તેણે સફળતાપૂર્વક કામગીરી કરી હતી. 2018માં તેણે નોકરી છોડી ત્યારે તે પક્ષની કોમ્યુનિકેશન હેડ હતી.
2018 બાદથી તે દરિયાઇ સંરક્ષણ સંસ્થા ઓશિયાના સાથે કામ કરી રહી છે. ફેબ્રુઆરી-2020માં આ યુગલે જાહેર કર્યું હતું કે પ્રેમસંબંધના કારણ બન્ને સગાઇના બંધનથી જોડાઇ રહ્યા છે અને એપ્રિલ-2020માં તમના પુત્ર વિલ્ફ્રેડનો જન્મ થયો હતો.
અગાઉ બોરિસ જ્હોન્સનનો લગ્ન સંબંધ 1987થી 1993 સુધી પત્રકાર અને કલાકર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે હતો. ત્યારબાદ તેમણે ભારતીય મૂળની પત્રકાર અને વકીલ મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. 2018માં આ યુગલે જાહેરાત કરી હતી કે 25 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટાં પડી રહ્યા છે અને 2020માં તેમણે સત્તાવાર છૂટાંછેડા લીધા હતા.
નોંધનીય છે કે, બ્રિટનમાં કોઇ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હોય તેવું 200 વર્ષ બાદ બન્યું છે, છેલ્લે વર્ષ 1822માં તત્કાલિન પ્રાઇમ મિનીસ્ટર રોબર્ટ બેન્ક્સ જેકિન્સને તેમના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હતા.