Photos: સળગતા ઘરો, ચારેકોર ધૂમાડો, યુક્રેનમાં આકાશથી લઇને જમીન સુધી વરસી રહ્યું છે મોત
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે બીજો દિવસ છે. રશિયન દળો યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનના સ્વાસ્થ્ય મંત્રીએ ગુરુવારે કહ્યું કે રશિયન હુમલામાં 57 યુક્રેનિયન માર્યા ગયા અને 169 અન્ય ઘાયલ થયા છે. પ્રથમ દિવસની લડાઇ બાદ મૃત્યુઆંક વધીને 137 થઈ ગયો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વના દેશોના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા છીએ.
યુક્રેનમાં રશિયાના સૈન્ય હુમલામાં વધારો થયો છે. રાજધાની કિવમાં બે મોટા વિસ્ફોટ થયા છે. જો કે, આ વિસ્ફોટોમાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકારે જણાવ્યું હતું કે રશિયન દળોએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.
યુએનએચસીઆરના અંદાજ મુજબ, યુક્રેનમાં યુદ્ધના કારણે લગભગ 100,000 યુક્રેનિયનો વિસ્થાપિત થયા છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું, 'યુક્રેનના લોકો માટે આગામી કેટલાક દિવસો, અઠવાડિયા અને મહિનાઓ મુશ્કેલ હશે. પુતિન તેમને ઘણી તકલીફો આપી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા છીએ.
યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાએ કીવ પર રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલાની જાણકારી આપતા યુક્રેનના વિદેશ મંત્રી રશિયાના રાષ્ટ્રપતિને રોકવામાં આવે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગઈકાલે રશિયાની 4 મોટી બેંકો પર પ્રતિબંધની સાથે અન્ય ઘણા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
રશિયાના યુદ્ધજહાજે યુક્રેનના 13 જવાનોને માર્યા હતા. યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો
કીવ પાસે યુક્રેનની સેનાએ જ પુલ ઉડાવી દીધો હતો. રશિયન આર્મીને કીવમાં પ્રવેશતી રોકવા માટે પુલ ઉડાવી દેવાયો હતો.