યૂદ્ધ દરમિયાન યૂક્રેનમાં રશિયન સૈનિકો લોકોના ઘરો પર ફેંકી રહ્યાં છે બૉમ્બ, જુઓ ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારની તસવીરો..........
Russia- Ukraine War: રશિયા અને યૂક્રેન યૂદ્ધનો આજે 11મો દિવસ છે. એકબાજુ યુદ્ધ વિરામ બાદ પણ રશિયા હુમલો કરવામાં પાછળ નથી પડી રહ્યું, તો વળી યૂક્રેન પણ ઝૂકવા માટે તૈયાર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેર્નિહાઇવ વિસ્તાર સૈન્ય વહીવટના અધ્યક્ષ વ્યાચેસ્લાવ ચૌસે કહ્યું કે, રશિયન સૈનિકો ઘેરાબંદી અને સૈન્ય ઔદ્યોગિક સુવિધાઓ માટે ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારોમાં બૉમ્બમારો કરી રહ્યાં છે.
આ બધાની વચ્ચે રશિયન સેનાએ ફરી એકવાર ખારકીવ પર હુમલો કર્યો, ખરેખરમાં રશિયન સેનાએ ત્યાં આજે એરસ્ટ્રાઇક કરી છે.
ખારકીવમાં કરવામાં આવેલા હુમલાના કારણે ત્યાં કેટલીય ઇમારતોમાં આગ લાગી ગઇ છે.
આ બધાની વચ્ચે યૂક્રેની યુજમાશજાવોડ સાઉદી આરબની કિંમત પર એક મોબાઇલ ગ્રાઉન્ડ આધારિત મિસાઇલ સિસ્ટમ ગ્રોમ-2 વિકસીત કરી રહ્યું છે. આ જાણકારી રશિયન વિભાગોમાંથી એક સ્ત્રોત દ્વારા શેર કરવામાં આવી હતી.