Ukraine Russia War: યુક્રેનમાં રશિયાના હુમલાથી તબાહી, અનેક શહેરો બન્યા ખંડેર
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે. રશિયન સેના યુક્રેનના ઘણા શહેરો પર સતત બોમ્બમારો કરી રહી છે. કિવ, ખારકિવ, બુકા અને ઇરપિન શહેરમાં ઘણી ઇમારતો ખંડેર બની ગઈ છે. લોકો ડરના માર્યા દેશ છોડી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવવાના રશિયાના આરોપોની વચ્ચે ભારતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખારકીવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયુ છે. આ ગેમ ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવમાંથી કાઢીને યૂક્રેનની આસપાસના દેશોની બોર્ડર સુધી પહોંચાડવા માટે લેવામાં આવી છે.
યુક્રેન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના આરોપ પર વિદેશ મંત્રાલયે પોતાનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા જેવી સ્થિતિ અંગે કોઈ સમાચાર નથી.
પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં અમારું દૂતાવાસ ત્યાં ફસાયેલા NRIના સંપર્કમાં છે. અમારા દૂતાવાસે યુક્રેનના વહીવટી અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. બુધવારે જ ઘણા ભારતીયો ખાર્કિવથી નીકળી ગયા હતા. અમને અત્યાર સુધી ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવ્યાના કોઈ સમાચાર મળ્યા નથી.
રશિયન મિસાઇલોથી લગભગ યુક્રેનના અનેક શહેરો ખંડેર બની ગયા છે. સાત દિવસથી ચાલી રહેલા મિસાઈલ હુમલામાં હજારો લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
યુક્રેનમાં હાલમાં તાપમાન માઈનસ 3 ડિગ્રી છે. યુક્રેનની સ્થિતિને જોતા મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અડધા મિલિયનથી વધુ લોકોએ EU દેશો અથવા અન્ય કોઈ દેશમાં આશ્રય લીધો છે.
રશિયન સેનાએ રાજધાની કિવમાં મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે 10 લાખથી વધુ શરણાર્થીઓ યુક્રેનથી પાડોશી દેશોમાં ભાગી ગયા છે. યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે ગયા સપ્તાહે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનમાંથી 874 હજારથી વધુ લોકો દેશ છોડીને ભાગી ગયા છે
યુએનએચસીઆરના પ્રવક્તા શબિયા મંટૂએ જણાવ્યું હતું કે યુક્રેનના પશ્ચિમ ભાગમાં લોકો પાડોશી દેશોમાં ભાગી રહ્યા છે. મંગળવારથી બે લાખથી વધુ લોકોએ યુક્રેનની સરહદ પાર કરી છે. એક દિવસ પહેલા તેઓએ ચેતવણી આપી હતી કે યુક્રેનમાંથી લોકોની હિજરત એટલા મોટા પાયે ચાલુ છે કે તે આ સદીની સૌથી મોટી શરણાર્થી કટોકટી હશે.
તેમણે કહ્યું કે યુએનએચસીઆરનો અગાઉ અંદાજ હતો કે 4 મિલિયન લોકો યુક્રેન છોડી શકે છે પરંતુ એજન્સી તેની આગાહીની ફરીથી સમીક્ષા કરશે.
તાજેતરના આંકડા દર્શાવે છે કે અડધાથી વધુ એટલે કે લગભગ ચાર લાખ 54 હજાર લોકો પોલેન્ડ ગયા છે અને એક લાખ 16 હજારથી વધુ હંગેરી ગયા છે અને 79,300 લોકોએ મોલ્દોવામાં આશરો લીધો છે. કુલ 69,000 લોકો અન્ય યુરોપિયન દેશોમાં ગયા છે, જ્યારે 67,000 લોકો સ્લોવાકિયા ગયા છે.