PM Modi Bangladesh Visits: PM મોદીએ જેશોરેશ્વરી કાલી મંદિરમાં કર્યા દર્શન, જુઓ તસવીરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)નો બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ (PM Modi Bangladesh Visits) છે. આજે તેઓ જેશોરેશ્વરી કાલી મંદિરમાં (Prime Minister Narendra Modi) દર્શાનાર્થે ગયા હતા. જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠોમાંના એક માનવામાં આવે છે. મંદિરમાં દર્શન બાદ પીએમ મોદીએ કહ્યું કે, મેં અહીં માનવજાતનો કોવિડ-19થી મુક્ત કરવા પ્રાર્થના કરી છે.
પીએમ મોદી આજે ઓરકંડીના માતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત લેશે. ઓરકાંડી એ જગ્યા છે જ્યાં માતુઆ સમુદાયના સ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.
પીએમ મોદીએ અહીં માતાને મુગટ અર્પણ કર્યો હતો. આ પછી જાપ સાથે પૂજા-અર્ચના કરી હતી.
મોદીના આગમનને લઈ મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવાયું હતું. તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર