Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ બ્રુનેઇમાં ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની લીધી મુલાકાત
PM Modi Brunei Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે છે. અહીં તેમણે રાજધાની બંદર સેરી બેગવાનમાં આવેલી ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. તેઓ થોડો સમય અહી મસ્જિદમાં રોકાયા હતા. અહી તેમણે વીડિયો પણ જોયો અને મસ્જિદના ઇમાન સાથે મુલાકાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મસ્જિદ હાલના સુલતાન હસનલ બોલકિયાના પિતાના નામ પર બનેલી છે. આ મસ્જિદ 1958માં બનાવવામાં આવી હતી. સુલતાન સૈફુદ્દીનને આધુનિક બ્રુનેઈના પિતા માનવામાં આવે છે. પીએમ મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાતની તસવીરો પણ શેર કરી છે.
પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેઓ દ્વિપક્ષીય વાતચીત માટે બ્રુનેઈ પહોંચનારા ભારતના પહેલા વડાપ્રધાન છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ બ્રુનેઈ સાથે મજબૂત સંબંધો, ખાસ કરીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા આતુર છે.
આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, હું બ્રુનેઈ દારુસલામ પહોંચી ગયો છું. તે આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધો, ખાસ કરીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ હું ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતદી બિલ્લાહનો આભાર માનું છું.
એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનનું બ્રુનેઈ આગમન પર ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતદી બિલ્લાહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જયસ્વાલે કહ્યું કે, આ મુલાકાત ખાસ છે કારણ કે તે ભારતના વડા પ્રધાનની બ્રુનેઈની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે અને તે એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાને બ્રુનેઈ દારુસલામ સાથે ભારતના ઐતિહાસિક સંબંધોને આગળ વધારવા અને સિંગાપોર સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બ્રુનેઈ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક માટે વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.