Putin: આગામી અઠવાડિયે પુતિનની ધરપકડ થઇ જશે ? મંગોલિયા જઇ રહેલા રશિયન રાષ્ટ્રપતિ પર ખતરો
Putin May Arrested: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી સપ્તાહે ધરપકડ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એક ચૂકાદામાં પુતિનને દોષિત ઠેરવ્યા છે અને તેમની સામે વૉરંટ પણ જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ હવે તેમાં નવો વળાંક આવી શકે છે. કારણ કે આગામી સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એક ચૂકાદામાં પુતિનને દોષિત ગણાવ્યા છે અને તેમની સામે વૉરંટ પણ જાહેર કર્યું છે. હવે પુતિન મંગળવારે મંગોલિયાના પ્રવાસે જઈ રહ્યા છે અને ઈન્ટરનેશનલ કોર્ટના નિયમો અનુસાર મંગોલિયા વ્લાદિમીર પુતિનને કસ્ટડીમાં લેવા માટે બંધાયેલા છે.
આ સમગ્ર મામલે ક્રેમલિનનું કહેવું છે કે તેને ચિંતા નથી કે મંગોલિયા રાષ્ટ્રપતિની ધરપકડ કરી શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે મંગોલિયામાં અમારા મિત્રો સાથે વાતચીત થઈ છે. જોકે, રશિયા આંતરરાષ્ટ્રીય કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી.
બીજીતરફ હેગમાં હાજર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રવક્તા ફાદી અલ અબ્દાલ્લાહનું કહેવું છે કે આ કરાર પર હસ્તાક્ષર કરનારા તમામ દેશોએ તેમને સમર્થન આપવું જોઈએ. જો કે, જો મંગોલિયા આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશનું પાલન નહીં કરે તો પણ તે કંઈ મોટું કરી શકશે નહીં.
યૂક્રેને મંગોલિયાને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના આદેશનું પાલન કરવા અને રશિયાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવા વિનંતી કરી છે. યૂક્રેન કહે છે કે તેને આશા છે કે મોંગોલિયન સરકાર સ્વીકારશે કે પુતિન યુદ્ધ ગુનેગાર છે.
આ બધાની વચ્ચે મંગોલિયા સરકારે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય કોર્ટે માર્ચ 2023માં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.