London Home: આ અબજોપતિ ભારતીયએ લંડનમાં ખરીદ્યો રાજમહેલ જેવો બંગલો, કિંમત જાણીને તમે ચોંકી જશો, તસવીરો....
Hanover Lodge London Photos: લંડન પહેલાથી ભારતીયોનું પસંદગીનું સ્થળ રહ્યું છે. લંડનમાં કેટલાય ભારતીય અબજોપતિઓ રહે છે, અને તેમના આલિશાન ઘરો પણ ત્યાં છે, લક્ષ્મી નિવાસ મિત્તલથી લઈને અનિલ અગ્રવાલ સુધીના ભારતીય અબજોપતિઓ પહેલેથી જ લંડનમાં રહી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડન લાંબા સમયથી ભારતીય અબજોપતિઓનું પ્રિય શહેર છે. લક્ષ્મી મિત્તલથી લઈને અનિલ અગ્રવાલ સુધીના ભારતીય અબજોપતિઓ લંડનના કાયમી નિવાસી બની ચૂક્યા છે. હવે ભારતીય અબજોપતિ રવિ રૂઇયા આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે.
રવિ રૂઇયાએ બ્રિટનની રાજધાની લંડનમાં નવું ઘર ખરીદ્યું છે, જે લંડનની સૌથી મોંઘી મિલકત ગણાય છે. રવિ રૂઇયાએ આ ડીલ 113 મિલિયન પાઉન્ડ એટલે કે 145 મિલિયન ડૉલરમાં કરી છે.
રવિ રૂઇયાએ જે પ્રૉપર્ટી ખરીદી છે તેનું નામ હેનૉવર લૉજ છે અને તે લંડનના રીજન્ટ પાર્કમાં આવેલી છે. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ડાર્ક અને ટેલરના જણાવ્યા અનુસાર, હેનૉવર લૉજ લંડનમાં સૌથી મોંઘી ખાનગી રહેણાંક મિલકત છે.
આ 19મી સદીની શરૂઆતમાં બનેલી મિલકત છે, જેને પ્રખ્યાત આર્કિટેક્ટ જોન નેશ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. રુઈયા પહેલા આ ઘર રશિયન અબજોપતિ આન્દ્રે ગોંચરેન્કૉનું હતું.
આન્દ્રે ગોંચરેન્કૉ રશિયાની સરકારી ઓઈલ-ગેસ કંપની ગેઝપ્રૉમની પેટાકંપની ગેઝપ્રૉમ ઈન્વેસ્ટ યુગાના ડેપ્યૂટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે. તેમને આ પ્રૉપર્ટી 2012માં રાજકુમાર બાગરી પાસેથી 120 મિલિયન ડૉલરમાં ખરીદી હતી.
રવિ રુઈયાએ આ પ્રૉપર્ટી રુઈયા ફેમિલી ઓફિસ દ્વારા ખરીદી છે. રુઈયા ફેમિલી ઓફિસના પ્રવક્તા વિલિયમ રિગોએ ઈમેલ કરેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે.
પ્રવક્તાનું કહેવું છે કે, આ સદીઓ જૂની હવેલી હજુ પણ નિર્માણાધીન છે. આ કારણે લક્ઝરી પ્રૉપર્ટી તુલનાત્મક રીતે ઓછી કિંમતે ઉપલબ્ધ હતી, જે તેને રુઇયા માટે આકર્ષક સોદો બનાવે છે.