નદી નીચેથી મળ્યું શહેર, 3400 વર્ષ જૂના શહેરના જુઓ PHOTOS
હજારો વર્ષ જૂનું આ શહેર ટાઇગ્રિસ નદીની નીચે જોવા મળે છે. પુરાતત્વવિદોએ હાલમાં જ આ અંગે માહિતી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુરાતત્વવિદોના જૂથે કહ્યું કે તેમને ઈરાકમાં ટિગ્રીસ નદીના તળિયેથી 3,400 વર્ષ જૂના શહેરના ઘણા અવશેષો મળ્યા છે. જે 1475 ઇસા પૂર્વ અને 1275 ઈશા પૂર્વ વચ્ચે વસ્યું હતું.
ટાઇગ્રિસ નદીના કિનારે મોસુલ ડેમમાં ઓછા પાણીને કારણે આ શહેરની શોધ શક્ય બની હતી.
મળી આવેલા અવશેષોમાં માટીની ઈંટોની દિવાલો, કેટલાક ટાવર, બહુમાળી ઈમારતો તેમજ અન્ય મોટા બાંધકામોનો સમાવેશ થાય છે.
પુરાતત્વવિદ્ ડૉ. ઇવાના પુલ્જીઝે સમજાવ્યું કે ઇમારતો કાળજીપૂર્વક માટીની જાડી દિવાલોથી ડિઝાઇન કરવામાં આવી હતી. અહીંથી માટીની 10 ક્યુનિફોર્મ ટેબલેટ પણ મળી આવ્યા છે. ક્યુનિફોર્મ એ લેખનની પ્રાચીન શૈલી છે. હાલમાં તેને અનુવાદ માટે મોકલવામાં આવ્યા છે.