Ukraine Russia War: રશિયાએ યુક્રેન પર મિસાઈલથી હુમલો કરીને એરબેઝ ઉડાવી દીધો, જુઓ તબાહીની તસવીરો
Ukraine Russia War: રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાએ દાવો કર્યો છે કે, તેમણે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનના લુંગાસ્કમાં બે શહેરોએ રશિયન સેના સામે આત્મ સમર્પણ કર્યું છે. રશિયન સેના આ શહેરોમાં ઘુસી હતી અને હુમલા કર્યા હતા. ત્યાર બાદ આ શહેરોમાં તૈનાત યુક્રેનના સૈનિકોએ બગડતી સ્થિતિને જોઈ આત્મ સમર્પણ કર્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ રશિયન સેનાએ યુક્રેનમાં ઘુસીને હુમલા શરુ કર્યા હતા.
સૌથી પહેલાં યુક્રેનની રાજધાની પર મિસાઈલો છોડવામાં આવી હતી જેમાં ઘણું નુકસાન થયું હોવાના અહેવાલો છે.
રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી યુક્રેનની સેના સરેંડર નહી કરે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
રશિયા હવાઈ હુમલા કરવાથી પાછળ નથી રહ્યું. રશિયાએ યુક્રેનના શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા જેની તસવીરો સામે આવી તે ખુબ ભયાવહ છે.
યુક્રેન પર સવારથી થઈ રહેલ હવાઈ હુમલામાં અત્યાર સુધી 7 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
મિસાઈલ હુમલા બાદ રશિયાએ યુક્રેન પર ટેન્કથી હુમલા કરવાનું શરુ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનના મારિયુપોલ શહેરમાં ઘણી ટેન્ક ઘુસી છે. ત્યાં એરપોર્ટ પાસે ધુમાડો નીકળવાની ખબરો પણ આવી છે. યુક્રેનના બીજા શહેરોમાં પણ એરપોર્ટ પર હુમલા થઈ રહ્યા છે.