વિમાનની અંદર અચાનક મહિલા બધાની વચ્ચે ઉતારવા લાગી પોતાના કપડાં, જાણ થતાં જ ક્રૂ મેમ્બરે મહિલાને પકડી લીધી ને પછી..........
નવી દિલ્હીઃ રશિયામાં એક મોટી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિમાનમાં ક્રૂ મેમ્બરે એક મહિલાને તેની જ સીટ પર બાંધી દીધી. ક્રૂ મેમ્બરે આવુ એટલા માટે કર્યુ કે તે મહિલા ખુદને અને બીજાને નુકશાન ના પહોંચાડી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, મહિલા વિમાન ઉડાન ભરતાં જ કેબિનના ચારેય બાજુ ફરવા લાગી હતી, અને પછી તેને પોતાના કપડાં ઉતારવાના શરૂ કરી દીધા હતા. પછી તેને ફરીથી પહેરવા લાગી હતી. આ તમામ ઘટના બધાની સામે થઇ રહી હતી.
મહિલાની આવી હરકત જોઇને વિમાનમાં સવાર તમામ લોકો ચોંકી ગયા હતા. મહિલા અસ્તવ્યસ્ત હાલતમાં દેખાઇ રહી હતી. વળી જ્યારે મહિલાએ કેબિન ક્રૂના આદેશનુ પાલન ના કર્યુ તો ફ્લાઇટ અટેન્ડેન્ટ અને કેટલાક યાત્રીઓએ મહિલાને પકડીને તેની ખુરશી સાથે બાંધી દીધી હતી. જેથી મહિલા કોઇને નુકશાન ના પહોંચાડી શકે. (પ્રતિકાત્મક તસવીર)
ક્રૂ મેમ્બરે દોરડાથી મહિલાને બાંધી દીધી...... જાણકારી પ્રમાણે, 39 વર્ષીય મહિલા યાત્રીને ક્રૂ મેમ્બરે દોરડા અને ટેપના સહારે સીટ પર બાંધી દીધી હતી. ખરેખરમાં, મહિલાએ નશીલા પદાર્થનુ સેવન કર્યુ હતુ. જેના કારણે તે નશામાં હતી. વળી જ્યારે વિમાન વ્લાદિવોસ્તોકમાં લેન્ડ થવાનુ હતુ ત્યારે લેન્ડ પહેલા કૉકપિટની પાસે ફરવા લાગી હતી, તે પછી ક્રૂ મેમ્બરે તેને સીટ પર બેસવા અને સીટ બેલ્ટ બાંધવાનુ કહ્યું હતુ પરંતુ તેને સાંભળ્યુ નહીં અને તેને સીટ સાથે બાંધીને બેસાડવી પડી હતી. (પ્રતિકાત્મક તસવીર)
મહિલાને પકડી લેવામા આવી.... રશિયન મીડિયા પ્રમાણે, જેવી ફ્લાઇટે લેન્ડ કર્યુ તો તાત્કાલિક મહિલાની પકડી લેવામાં આવી હતી. વળી, લૉકલ ઓથોરિટીએ જણાવ્યુ કે જ્યારે મહિલાની પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરવામાં આવી તો તેને કબુલ્યુ કે ફ્લાઇટમાં ચઢતા પહેલા તેને નશીલી પદાર્થોનુ સેવન કર્યુ હતુ. (પ્રતિકાત્મક તસવીર)
તે પછી તપાસ માટે હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, સાથે મહિલાન પર ચાલુ વિમાનમાં ધમાલ કરવા અને વિમાનના લેન્ડિંગમાં રૂકાવટ બનવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)