Savera Prakash Profile: ભારત સામે ઝેર ઓકનારા બિલાવલની પાર્ટીએ હિંદુ મહિલાને ચૂંટણીમાં આપી ટિકિટ, જાણો કોણ છે સવેરા પ્રકાશ?
Pakistan Hindu: પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત કોઈ હિંદુ મહિલાએ ઉમેદવારી નોંધાવી છે. સવેરા પ્રકાશ નામની હિન્દુ મહિલા ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી 16મી નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં વિવિધ પક્ષોના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે એક હિન્દુ મહિલાએ નોમિનેશન ફાઈલ કર્યું છે જે ચર્ચામા છે.
16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સવેરા પ્રકાશે ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાં PK-25 સામાન્ય સીટ માટે સત્તાવાર રીતે તેણીના નામાંકન પત્રો સબમિટ કર્યા છે.
પાકિસ્તાની હિન્દુ મહિલા સવેરા પ્રકાશે 2022માં એબટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી રહી છે. સવેરા પ્રકાશે મહિલા પાંખના મહાસચિવ તરીકે કામ કરતાં સમુદાય માટે ઘણાં કાર્યો કર્યા છે.
હિંદુ સમુદાયની સદસ્ય સવેરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવેરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા છે. તે પાકિસ્તાનની વર્તમાન સરકારનો પણ એક ભાગ છે. હિન્દુ મહિલા સવેરા પ્રકાશે પોતાની પાર્ટી તરફથી ઉમેદવારી પત્ર ભર્યું છે. બિલાવલ ભુટ્ટો એ જ વ્યક્તિ છે જેણે કાશ્મીર અને ભારતને લઈને અનેક વખત ઝેરીલા નિવેદનો આપ્યા છે.
પાકિસ્તાની હિન્દુ મહિલા સવેરા પ્રકાશના પિતા પણ પીપીપી પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા, જે હવે નિવૃત્ત છે.
પાકિસ્તાની હિન્દુ મહિલા સવેરા પ્રકાશે પણ પોતાના નામાંકન સાથે જોડાયેલી યાદી પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે અને માહિતી આપી છે કે તે આ નિર્ણયથી ઘણી ખુશ છે.