Sea Survey: ગ્રીસના ઉંડા દરિયામાંથી મળ્યો 5000 વર્ષ જુનો ખજાનો, વિશ્વ યુદ્ધ સાથે છે કનેક્શન, જાણો
Sea Survey In Greece: ગ્રીસમાં પાણીની અંદરના સર્વે દરમિયાન 5 હજાર વર્ષ જૂના જહાજોના કાટમાળ મળી આવ્યા છે. આમાં, વિશ્વ યુદ્ધોથી મધ્યયુગીન સંસ્કૃતિ સુધીના જહાજોના ભંગાર મળી આવ્યા છે. અહીં વાંચો ડિટેલ્સ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું કહેવાય છે કે બ્રહ્માંડની ઊંડાઈ કરતાં પણ મહાસાગરની ઊંડાઈમાં વધુ રહસ્યો છુપાયેલા છે. તાજેતરમાં જ યૂરોપિયન સંશોધકોએ તાજેતરમાં ગ્રીસના દરિયામાં કેટલાક પ્રાચીન જહાજના ભંગાર શોધી કાઢ્યા છે. આમાંથી કેટલાક હજારો વર્ષ જૂના છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શોધ કોઈ ખજાનાથી ઓછી નથી. ગ્રીક મંત્રાલયના સંસ્કૃતિ વિભાગ દ્વારા 12 માર્ચે એક પ્રકાશન જાહેર કરવામાં આવ્યું હતું.
ગ્રીક સરકારે એક નિવેદનમાં કહ્યું કે કાસોસ ટાપુની આસપાસના પાણીમાં જહાજના ભંગાર મળી આવ્યા છે. આ સર્વે ઓક્ટોબર 2023માં પૂર્ણ થયો હતો.
અખબારી યાદીમાં જણાવાયું છે કે સત્તાવાળાઓને કુલ 10 જહાજોનો કાટમાળ મળ્યો છે. તેમાં પાંચ હજાર વર્ષ જૂના જહાજો પણ છે.
દરિયામાં કેટલાક જૂના ડૂબી ગયેલા જહાજોના ટુકડાઓ 3000 બીસીના છે. સૌથી નવું જહાજ બીજા વિશ્વયુદ્ધનું છે. ક્લાસિકલ પીરિયડ (460 BC), હેલેનિસ્ટિક ગ્રીસ (100 BC થી 100 AD) અને રોમન ગ્રીસ (200 BC થી 300 AD) ના વહાણના ટુકડાઓ તેમાં મળી આવ્યા છે.
સંશોધકોને મધ્યયુગીન અને ઓટ્ટોમન સામ્રાજ્યના કાટમાળ અને કલાકૃતિઓ મળી છે. સંશોધકોએ કાટમાળની તપાસ કરવા માટે 154 ફૂટની ઊંડાઈ સુધી ડૂબકી મારી હતી.