Steinway Tower:આ છે દુનિયાની સૌથી પાતળી બિલ્ડિંગ, ભારે પવનમાં થાય છે આ ચમત્કાર, જુઓ શાનદાર તસવીરો
વિશ્વની સૌથી પાતળી ઇમારતનું નામ સ્ટેનવે ટાવર છે. તેની ઉંચાઈ 1,428 ફૂટ છે. આ ટાવરમાં 84 માળ છે. 'સ્ટેનવે ટાવર' બનાવનાર ડેવલપર્સનો દાવો છે કે આ હાઈરાઈઝ ટાવર 'વિશ્વની સૌથી પાતળી ઈમારત' છે. તેની ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર 24:1
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ધ ગાર્ડિયન'માં છપાયેલા અહેવાલ અનુસાર, આ ગગનચુંબી ટાવર વિશ્વના સૌથી મજબૂત કોન્ક્રીટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડાં વર્ષો પહેલાં, તેના એન્જિનિયર રોવાન વિલિયમ્સે જણાવ્યું હતું કે, 1000 ફૂટ ઊંચો ટાવર 100 માઇલ/કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં ડગી શકે છે પરંતુતેની અંદર રહેવા લોકોને એ કંપન મહેસૂસ થતું નથી.
આ ટાવરમાં કુલ 60 એપાર્ટમેન્ટ છે. 'CNN'માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આ ટાવરમાં એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 58 કરોડ રૂપિયા લગભગ 330 કરોડ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. તેના એક પેન્ટહાઉસની કિંમત અબજો રૂપિયામાં
આ ગગનચુંબી ટાવરનું સરનામું વેસ્ટ 57 સ્ટ્રીટ (111 વેસ્ટ 57મી સ્ટ્રીટ સ્કાયસ્ક્રેપર) છે. તે શરૂઆતમાં સ્ટેનવે હોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર 15,000 કરોડના ખર્ચે રહેણાંક ટાવર બનાવવામાં આવ્યો હતો. ટાવરની ડિઝાઈન ન્યૂયોર્ક આર્કિટેક્ચર ફર્મ શૂપ આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવી હતી અને જેડીએસ ડેવલપમેન્ટ, પ્રોપર્ટી માર્કેટ્સ ગ્રુપ અને સ્પ્રુસ કેપિટલ પાર્ટનર્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ ટાવર તૈયાર થતાં લગભગ નવ વર્ષ લાગ્યાં
સ્ટેનવે ટાવરના વિકાસકર્તાઓએ જણાવ્યું કે આ ટાવર શહેરની ગગનચુંબી ઇમારતોમાં સૌથી અલગ લાગે છે. આ ઉંચી ઇમારત કારીગરી, ઇતિહાસ અને વિજ્ઞાનની સાચી રજૂઆત છે. હાલમાં આ ટાવર તેની બનાવટ કે સુંદરતાના કારણે નહીં પરંતુ તેના પરથી પડતા બરફના કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો
આ ટાવરને વિજ્ઞાનનો ચમત્કાર ગણી શકાય. 1428 ફૂટ ઊંચા સ્ટેનવે ટાવરના ટોપ ફ્લોર પર શિયાળાની ઋતુમાં બરફ જમા થાય છે, જે તાપમાનનો પારો વધતાની સાથે જ ઓગળવા લાગે છે. બરફની જાડી ચાદર ઓગળવાને કારણે, બરફના મોટા ટુકડા તેની છત પરથી નીચે પડે છે. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને અનેક વાહનો નાશ પામ્યા છે.
આવી પાતળી અને ઊંચી ઈમારતો (હાઈરાઈઝ ટાવર્સ)નો ટ્રેન્ડ વર્ષ 1970માં હોંગકોંગમાં શરૂ થયો હતો, ત્યારબાદ તે અમેરિકા (યુએસ) સહિતના કેટલાક દેશોમાં બનાવવામાં આવ્યો હતો. જો કે આવી ઇમારતોમાં રહેતા લોકોને આખા શહેરનો સુંદર નજારો મળે છે, પરંતુ તે જોખમી પણ બની શકે છે