Sunita Williams Return: જ્યારે ધરતી પર વાપસી કરી સુનિતા વિલયમ્સનું શું હતું રિએક્શન, જુઓ તસવીરો

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના ત્રણ સાથીદારો આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) થી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા છે. નાસાના સ્પેસએક્સ ક્રૂ -9 મિશન હેઠળ, તે બુધવારે (19 માર્ચ) ભારતીય સમય અનુસાર બપોરે 3:27 કલાકે ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતર્યા હતા. આ ટીમમાં બુચ વિલ્મોર, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સામેલ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે 6 જૂન, 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને ISSની મુસાફરી કરી હતી. નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સના ડ્રેગન ફ્રીડમ અવકાશયાન દ્વારા 29 સપ્ટેમ્બર 2024ના રોજ સ્ટેશન પર પહોંચ્યા હતા. વાપસી પણ આ યાનથી શક્ય બની વાહન દ્વારા શક્ય બન્યું હતું જે સપ્ટેમ્બરથી સ્ટેશન પર ડોકીંગ થઇ હતી.

નાસાએ આ ઐતિહાસિક વાપસીનું જીવંત પ્રસારણ કર્યું હતુ, જેને વિશ્વભરના લાખો લોકોએ નિહાળ્યું. લોકો અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમની સફળ યાત્રા અવકાશ મિશનમાં અન્ય એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
સુનીતા વિલિયમ્સની સુરક્ષિત પરત ફરવા માટે, ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં તેના પરિવાર અને સંબંધીઓએ હવન અને પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે અમદાવાદમાં યજ્ઞ કર્યો હતો અને કહ્યું હતું કે આખો પરિવાર તેમના સુરક્ષિત પાછા ફરવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેમના ગામમાં પણ ભજન અને પ્રાર્થના રાખવામાં આવી હતી.
સમુદ્રમાં સુરક્ષિત ઉતરાણ પછી, કંટ્રોલ સેન્ટર તરફથી સંદેશ આપવામાં આવ્યો, 'નિક, એલેક, બૂચ, સુનિતા - સ્પેસએક્સ તરફથી ઘરે સ્વાગત છે.' આને કમાન્ડર નિક હેગે જવાબ આપ્યો, શું અદ્ભુત સફર છે! આ પછી તરત જ, રિકવરી ટીમ ઝડપી બોટમાં કેપ્સ્યુલ પર પહોંચી અને તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતા.
નિક હેગ એ કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવેલા સૌપ્રથમ હતા, ત્યારબાદ એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, પછી સુનિતા વિલિયમ્સ અને છેલ્લે બુચ વિલ્મોરને કાઢ્યાં હતા. બધાએ સ્મિત કરીને હાથ હલાવીને અભિવાદન કર્યું. તેમને તબીબી તપાસ માટે રોલિંગ સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા.