Taliban: તાલિબાને ઉડાડ્યુ ભારતનું એટેક હેલિકૉપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ, તસવીરોમાં જુઓ નજારો...
Taliban: અફઘાનિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવા માટે ભારતે 6 એટેક હેલિકૉપ્ટર ભેટમાં આપ્યા હતા. 3 વર્ષ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો, જેની ઉજવણી કરીને તેણે આ હેલિકૉપ્ટરની તાકાત વિશ્વને બતાવી. તાલિબાને ભારતીય એટેક હેલિકૉપ્ટરને ઉડાડ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાલિબાને બુધવારે (14 ઓગસ્ટ) તેના આર્મી પરેડમાં ભારતના Mi-24 એટેક હેલિકૉપ્ટરને ઉડાડીને પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. તાલિબાને ભારતનું હેલિકૉપ્ટર આકાશમાં ઉડાડીને વિશ્વ સમક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ભારતે અફઘાન સરકારને આવા છ હેલિકૉપ્ટર ભેટમાં આપ્યા હતા. પ્રથમ ચાર હેલિકૉપ્ટર 2016માં આપવામાં આવ્યા હતા અને બાકીના બે Mi-24 એટેક હેલિકૉપ્ટર 2019માં આપવામાં આવ્યા હતા. જ્યારે આ હેલિકૉપ્ટર આપવામાં આવ્યા ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ન હતું.
આ સાથે ભારતે અફઘાનિસ્તાન માટે હેલિકૉપ્ટર મેન્ટેનન્સ અને ફ્લાઈંગ ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરી હતી. હવે તાલિબાન પોતાની પરેડમાં આ એટેક હેલિકૉપ્ટર પ્રદર્શિત કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે.
હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં છે, તેથી આ હથિયારો પર પણ તેમનું નિયંત્રણ છે.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યાને ત્રણ વર્ષ થયા છે અને તેઓ બુધવારે આ જ વાતની ઉજવણી કરી રહ્યા હતા.
14 ઓગસ્ટના રોજ, તાલિબાને એક આર્મી પરેડ યોજી હતી જેમાં તે વિશ્વને તેની સૈન્ય શક્તિ અને શસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યું હતું.