આ ચાઈનીઝ છોકરી સાથે સંબંધોના કારણે બિલ ગેટ્સના થઈ ગયા ડિવોર્સ? જાણો કઈ રીતે આ છોકરી આવી બિલ ગેટ્સની નજીક?
વૉશિંગટનઃ દુનિયાના સૌથી અમીર માણસોમાં સામેલ બિલ ગેટ્સ પર મોટી આફત આવી ગઇ, તેમના લગ્ન જીવનનો થોડાક દિવસો પહેલા જ અંત આવ્યા છે, ગેટ્સે પોતાની પત્ની મેલિન્ડાને ડિવોર્સ આપી દીધા છે. આ ડિવૉર્સની પાછળ ચર્ચા થઇ રહી છે કે ચાઇનીઝ છોકરીનો હાથ છે. ચર્ચા છે કે બિગ ગેટ્સ ચાઇનીઝ છોકરી ઝેરી શેલ્લી વાંગ સાથે અફેરમાં હોવાના કારણે પોતાના લગ્ન જીવનનો અંત આણ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ બિગ ગેટ્સ અને મેલિન્ડા હવે જુદા થઇ ગયા છે. બન્નેએ વર્ષ 1994માં લગ્ન કર્યા હતા, પરંતુ આ પહેલા લગભગ બિગ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે સાત વર્ષ સુધી પ્રેમ પ્રકરણ ચાલ્યુ હતુ. જોકે હવે બન્ને એકબીજાથી છુટા થઇ ગયા છે.
4મેએ જ્યારે બન્નેએ તલાક લેવાની જાહેરાત કરી તો તેમને કહ્યું હતુ કે, ગંભીર ચિંતન બાદ તેમને બન્નેએ આ ફેંસલો કર્યો છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે, બિગ ગેટ્સની ચીની દુભાષિયા ઝેરી શેલ્લી વાંગની આમાં ભૂમિકા મોટી છે.
36 વર્ષીય ઝી શેલ્લી વાંગ, બિલ ગેટ્સના ફાઉન્ડેશન સાથે જોડાઇ હતી. સ્થાપનાના 15 વર્ષ બાદ 2015 સુધી દુનિયાની સૌથી મોટા પ્રાઇવેટ ચેટિટેબલ ટ્રસ્ટ ગેટ્સ ફાઉન્ડેશન સાથે ઝી શેલ્લી વાંગ જોડાઇ. એક રિપોર્ટ પ્રમાણે ઝી શેલ્લી વાંગ છેલ્લા કેટલાય સમયથી બિગ ગેટ્સ સાથે કામ કરે છે, અને બન્ને વચ્ચે સારો તાલમેલ છે, બિગ ગેટ્સ અને ઝી શેલ્લી વાંગના કેટલાક ફોટોઝ પણ છે. આ તસવીરોના કારણે બન્ને વચ્ચે અફેરની વાત પણ અનેક વખતે ઉડી છે, જોકે ઝી શેલ્લી વાંગે આ વાતનો નકારી દીધી હતી.
વાંગે બિગ ગેટ્સ સાથે અફેર અને પોતાનુ નામ જોડાયા બાદ ખુલાસો પણ કર્યો હતો, ચીની ટ્વીટર કહેવાતા વીબો પર સ્પષ્ટતા કરી કે- મે વિચાર્યુ હતુ કે અફેરની અફવાઓ ખુદ જ ખતમ થઇ જશે, કેમકે અફવાઓને કોઇ આધાર નથી હોતો, પરંતુ મને અંદાજો નથી કે આ આટલી બધી વધી જશે. હું એ લોકોની આભારી છુ જે લોકોએ આ અફવાઓને ખતમ કરવા મારો સાથ આપ્યો.
કોણ છે ઝી શેલ્લી વાંગ..... ઝી શેલ્લી વાંગનો જન્મ ગુઆંગઝૌમાં થયો હતો, અને બાદમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવી વસી હતી. તે બ્રિધમ યંગ યૂનિવર્સિટીમાંથી વ્યવસાયની ડિગ્રી ધરાવે છે, અને તેને યૂટામાં એક રેસ્ટૉરન્ટ પણ ખોલી છે. પોતાના બાયૉસ અનુસાર, તે ચીની, ફ્રેન્ચ, જર્મન, જાપાની, કોરિયન, રશિયન અને સ્પેનિશ ભાષાઓમાં પારંગત છે.
ઝી શેલ્લી વાંગનુ લિંક્ડઇન પ્રૉફાઇલ જે હવે ડીએક્ટિવેટ છે તે પ્રમાણે પહેલા ઝી શેલ્લી વાંગ મોન્ટેસરી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, ટેડ કૉન્ફરન્સ અને ગેટ્સ ફાઉન્ડેશનની સાથે સાથે યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે એક ઇન્ટરપ્રીટર રહી ચૂકી છે. લોકો તેને એક સુપર છોકરી પણ કહે છે, કેમકે તે 6 ભાષાઓ જાણે છે.
બિગ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સહ-અધ્યક્ષ અને ટ્રસ્ટી બનેલી રહેશે. આ દંપતિએ કહ્યું હતુ કે તેના બ્રેકઅપથી તેના ફાઉન્ડેશનના કામ પર કોઇ અસર નહીં પડે, અને તે ફાઉન્ડેશન પર પોતાનુ સંયુક્ત કામ ચાલુ રાખશે, જે વૈશ્વિક સ્વાસ્થ્ય, શિક્ષા અને અન્ય કારણોથી કાર્યક્રમ સંચાલિત કરે છે.