યૂક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ભારત માટે ખરાબ, આ પાંચ બાબતે ભોગવવુ પડશે મોટુ નુકશાન, જાણો વિગતે
Russia-Ukraine Impact on India : યૂક્રેન (Ukraine) અને રશિયા (Russia)ની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે. ફરીથી યુદ્ધની સ્થિતિ જેવી હાલત થઇ ગઇ છે. અમેરિકા (America)નો દાવો છે કે, રશિયાથી યૂક્રેન સીમા પર દોઢ લાખથી વધુ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બધાની વચ્ચે હવે લોકોના મનમા સવાલો ઉઠી રહ્યાં છે કે શું યુદ્ધ થશે. જો યુદ્ધ થાય છે તો ભારત પર પણ ખરાબ અસરો પડી શકે છે. જાણો અસરો વિશે.......
1. દૂરગામી પ્રભાવ - સૌથી પહેલા દૂરગામી પ્રભાવ ભારત પર પડશે. હજુ સુધી ભારતે કોઇ ફેંસલો નથી લીધો કે તે કોની સાથે છે. જો યૂક્રેન અને રશિયા યુદ્ધ થશે તો ભારતે પોતાનુ સ્ટેન્ડ લેવુ પડશે. કે જો ભારત રશિયાનો સાથ આપે છે તો અમેરિકા નારાજ થઇ જશે, કેમ કે અમેરિકા સતત યુદ્ધને ટાળવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જો ભારત અમેરિકાના કારણે યૂક્રેનના પક્ષમાં જાય છે, તો રશિયા સાથે સંબંધો ખરાબ થઇ જશે, જો ચીનને ધ્યાનમાં રાખીએ તો બરાબર નહીં ગણાય.
2. શેર માર્કેટમાં અસર - યુદ્ધની સ્થિતિમાં દુનિયાભરના શેર માર્કેટ ધરાશાયી થઇ જશે. ભારતીય શેર બજાર પર આની એકદમ ખરાબ અસર જોવા મળશે, શેર માર્કેટ તુટવાથી રોકાણકારોનુ કરોડોનુ નુકસાન થશે.
3. વધી જશે કાચા તેલની કિંમતો - જો રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ થાય છે તો કાચા તેલની કિંમતો 100 ડૉલરથી 120 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચવાનુ અનુમાન છે. આ ઉપરાંત નેચરલ ગેસના સપ્લાય પર પણ અસર પડશે. આવામાં ભારતમાં પણ પેટ્રૉલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચશે.
4. યૂક્રેન સાથે થનારો વેપાર પ્રભાવિત થશે - ભારતનો યૂક્રેન સાથે છેલ્લા કેટલાય વર્ષોથી સારો વેપાર વધ્યો છે. રિપોર્ટ અનુસાર, 2020માં બન્ને દેશોની વચ્ચે લગભગ 2.69 બિલિયન ડૉલરનો વેપાર થયો હતો. આનાથી યૂક્રેને ભારતને લગભગ 1.97 બિલિયન ડૉલરની નિકાસ કરી હતી. યૂક્રેન ભારતને ખાવાનુ તેલ, અનાજ, ન્યૂક્લિયર રિએક્ટર અને બૉયલર જેવી વસ્તુઓ નિકાસ કરે છે, યુદ્ધની સ્થિતિમાં આ તમામ વસ્તુઓ પ્રભાવિત થશે.
5. પાકિસ્તાનને મળી જશે મોકો - જો યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થાય છે, અને કોઇ કારણોસર ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બગડે છે, તો આનો ફાયદો પાકિસ્તાનને મળી શકે છે. જે ભારત માટે નુકસાનકારક બની શકે છે. ખરેખરમાં પાકિસ્તાનનો વ્યવહાર ચીનની સાથે છે અને ભારતનો રશિયા સાથે. પાકિસ્તાન છેલ્લા કેટલાય વર્ષોથી રશિયા સાથે સંબંધો વધારવાની કોશિશ કરી રહ્યું છે. જો રશિયા પાકિસ્તાનની નજીક જાય છે, તો ભારત માટે આ ઠીક નહીં રહે. રશિયા સાથે ભારતનો વેપાર અબજોમાં છે.