PHOTOS: ભૂકંપથી તુર્કિમાં તબાહી, તસવીરો જોઈને હચમચી જશો
તુર્કી ભયંકર ભૂકંપનો શિકાર બન્યું છે. તુર્કીમાં અત્યાર સુધીમાં તુર્કીમાં 1600થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. તુર્કીમાં અનેક ઈમારતો પણ જમીન દોસ્ત બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્યા ગયેલા મોટાભાગના માલ્ટા અને સાનલુઇર્ફાના છે. તુર્કીના અદાના શહેરમાં 17 માળની અને 14 માળની ઇમારતો ધરાશાયી થઇ છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ભૂકંપનો પહેલો આંચકો સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 કલાકે અનુભવાયો હતો અને તેની થોડી મિનિટો બાદ મધ્ય તુર્કીમાં બીજો આંચકો અનુભવાયો હતો.
તુર્કીમાં આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. અહીં ઘણા એપાર્ટમેન્ટ તૂટી પડ્યા છે.
લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, ભૂકંપ પછી, તુર્કીએ આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી છે.
હેબર્ટુર્ક ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે પડોશી પ્રાંતો માલત્યા, ડાયરબાકીર અને માલત્યામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે.
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલુએ કહ્યું કે, દેશના 10 શહેરો પર ભૂકંપની મોટી અસર થઈ છે. આમાં કહમેનમાર્શ, હટાય, ગાઝિઆન્ટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સાનલિઉર્ફા, માલત્યા, અદાના, દિયારબાકીર અને કિલિસનો સમાવેશ થાય છે.
તમામ તસવીરો: Source: AP