US President Official Plane: હવામાં ઉડતા મહેલા જેવુ હશે અમેરિકન રાષ્ટ્રપતિનુ આ નવુ સુપરસૉનિક વિમાન, પહેલીવાર સામે આવી અંદરની તસવીરો.....
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇને હવે હવામાં ઉડતા મહેલમાં ફરશે, હવે જૉ બાઇડનને અવાજ કરતા બે ગણી સ્પીડ વાળુ દુનિયામાં સૌથી પહેલુ આ સુપરસૉનિક વિમાન મળશે. આ વિમાનની અંદરની અદભૂત તસવીરો સામે આવી છે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન રાષ્ટ્રપતિના ઓફિશિયલ પ્લેન એરફોર્સ વનને સુપરસૉનિક વિમાનમાં અપગ્રેડ કરવા માટે યુએસ એરફોર્સ એક સ્ટાર્ટઅપની સાથે કામ કરી રહ્યું છે. આને લઇને ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે અમેરિકન એરફોર્સે જ્યૉર્જિયા સ્થિત એક એવિએશન સ્ટાર્ટઅપ કંપની હર્મિયસની સાથે કરાર કર્યો છે. આ કંપની અમેરિકન રાષ્ટ્રપતિના વિમાન માટે સુપરસૉનિક એરક્રાપ્ટ એન્જિન ડેવલપ કરશે.
એક્સૉલૉનિક દ્વારા બનાવવામાં આવી રહેલા જે બૂમ સુપરસૉનિક મેક 1.8 ટ્વિનજેટની કેટલીક ઇન્ટરનલ તસવીરોને સીએનએન ટ્રાવેલ શેર કરી છે.
આ તસવીરોમાં વિમાનના સુંદર ઇન્ટીરિયરને બતાવવામાં આવ્યુ છે. આ વિમાન હાલના એરફોર્સ વનની સરખામણીમાં નાનુ હશે, પરંતુ આની સ્પીડ ખુબ વધારે હશે.
આની પરિયોજના માટે અમેરિકન એરફોર્સના પ્રેસિડેન્શિયલ એન્ડ એક્ઝિક્યૂટિવ એરલિપ્ટ ડાયરેક્ટરે ફન્ડિંગ કર્યુ છે. આ વિભાગ રાષ્ટ્રપતિના વિમાનની દેખરેખ રાખે છે.
ખાસ વાત છે કે આ વિમાનને વીવીઆઇપી માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. આને એક્સૉસોનિકના 70 યાત્રીઓ વાળા કૉમર્શિયલ એરલાઇનર કૉન્સેપ્ટ પર બનાવવામાં આવ્યુ છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિની સાથે કુલ 31 લોકો સફર કરી શકશે.
આ વિમાનમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. આને લક્ઝરી ચામડુ, ઓકની લાડકી, ક્વાર્ટઝ ફિટિંગ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં અલ્ટ્રા લક્ઝરી ચેયર્સને લગાવવામાં આવી છે. આ વિમાન હવામાં ઉડતા મહેલા જેવુ છે.
આ વિમાન એકવારમાં 5000 નૉટિકલ માઇલ (9260 કિલોમીટર)નુ અંતર સુધીની ઉડાન ભરી શકે છે. સાથે જ બૂમ શૉફ્ટ ટેકનિકના કારણે ધરતી પર રહેલા લોકોને પરેશાન કર્યા વિનામ અવાજથી બે ગણી સ્પીડથી ઉડાન ભરી શકશે.