ડોનાલ્ડ ટ્રમ્પ કોણે બનાવવાના છે ફિટનેસ મિનિસ્ટર ? WWE માં આ રેસલર મચાવી ચૂક્યો છે ધમાલ
Wrestling Legend Hulk Hogan: ડોનાલ્ડ ટ્રમ્પે ફિટનેસ અને આહારના આધારે હલ્ક હોગનને પ્રમુખ કાઉન્સિલમાં મહત્વની ભૂમિકા આપવાનો સંકેત આપ્યો હતો, જેના કારણે તેમના કેબિનેટમાં સામેલ થવાની અટકળો તેજ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેસલિંગ લિજેન્ડ હલ્ક હોગનને ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં હોગનને કેટલીક ભૂમિકામાં સામેલ કરવાનો સંકેત આપ્યો છે.
ફૉક્સ ન્યૂઝ અનુસાર, ટ્રમ્પે હલ્ક હોગનને પ્રેસિડેન્ટની ફિઝિકલ ફિટનેસ કાઉન્સિલનું નેતૃત્વ કરવાનું સૂચન કર્યું હતું. આ કાઉન્સિલ સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
એક રેલી પછી, હલ્ક હોગન અને ટ્રમ્પે પોષણ અને ફિટનેસ વિશે ચર્ચા કરી. હોગને અમેરિકન બાળકો પર નબળા આહારની અસર વિશે ચિંતા વ્યક્ત કરી, તેને એક પેઢીને ઝેર આપવું જેવું ગણાવ્યું હતુ.
હોગન કહે છે કે વિદેશી દેશો ઘણી ખાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે અમેરિકામાં તે આડેધડ ખાવામાં આવે છે. તેમની વાતચીતથી તેમને કાઉન્સિલમાં જોડાવાની પ્રેરણા મળી.
ટ્રમ્પે રસી વિરોધી કાર્યકર્તા રૉબર્ટ એફ. કેનેડી જૂનિયરને આરોગ્ય અને માનવ સેવા વિભાગના નેતૃત્વ માટે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય ટ્રમ્પની કેબિનેટના અન્ય નામો તરફ પણ ધ્યાન ખેંચી રહ્યો છે.
ટ્રમ્પે WWEના સ્થાપક વિન્સ મેકમોહનની પત્ની લિન્ડા મેકમોહનને શિક્ષણ વિભાગ માટે સામેલ કરવાનો વિચાર કર્યો છે. તેની સામે બાળકોના યૌન શોષણને પ્રોત્સાહન આપવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, હલ્ક હોગનને કેબિનેટમાં સામેલ કરવા અંગે ટ્રમ્પ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
વર્તમાન યુએસ પ્રમુખ જો બાઇડેનનો આ કાઉન્સિલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવ્યો છે, જે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.