દુનિયાના કેટલા દેશ ઉજવે છે યોગ દિવસ, આખા વિશ્વમાં કેટલા દેશોએ આપી છે માન્યતા?
સમગ્ર વિશ્વમાં લોકો 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય કયા દેશોમાં લોકો યોગ કરે છે? જાણો કેવી રીતે આ દિવસની ઉજવણી શરૂ થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતને યોગગુરુ કહેવાય છે. કારણ કે યોગ ભારતની સંસ્કૃતિમાં જ સામેલ છે. દાયકાઓ પહેલા પણ ભારતમાંથી અનેક યોગ ગુરુઓ વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોને યોગ શીખવતા હતા.
હજારો વર્ષોથી ભારતની સંસ્કૃતિમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોના લોકો હવે ધીમે ધીમે યોગનું મહત્વ સમજી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવે છે.
27 સપ્ટેમ્બર 2014ના રોજ પહેલીવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ વર્ષે, 11 ડિસેમ્બર, 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
હવે સવાલ એ છે કે વિશ્વના કેટલા દેશોમાં લોકો યોગ કરે છે? મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું છે. આ બધા દેશો યોગનું મહત્વ સમજી ચૂક્યા છે અને આ દેશોમાં લોકો યોગ કરે છે. દર વર્ષે વિશ્વ યોગ દિવસની ખાસ થીમ હોય છે. આ વર્ષે યોગ દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ 'મહિલા સશક્તિકરણ માટે યોગ' છે.