Los Angeles Wildfire: લોસ એન્જલસમાં આગથી તબાહી, આ હોલિવૂડ સ્ટાર્સના ઘરો થયા ખાખ
Los Angeles Fires: અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટી લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. જંગલની આગમાં સેલિબ્રિટીઓના ઘરો નાશ પામ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુવારે સવારે હોલિવૂડ હિલ્સમાં આગ કાબૂ બહાર થઇ ગઇ છે. લોસ એન્જલસના ઇતિહાસની સૌથી ભયાનક જંગલની આગ આખા શહેરમાં ફેલાઈ ગઈ અને અમેરિકન ફિલ્મ ઉદ્યોગનો પ્રખ્યાત ગઢ પણ તેનાથી બચી શક્યો નહીં
ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝના ઘર પણ આગથી બચી શક્યા નહીં. આ આગમાં વિશ્વના કેટલાક સૌથી વૈભવી રિયલ એસ્ટેટ અને શોબિઝ સ્થળોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
લોસ એન્જલસની ભયંકર આગમાં પોતાના ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં પેરિસ હિલ્ટન, બિલી ક્રિસ્ટલ અને એડમ બ્રોડીનો સમાવેશ થાય છે.
નિક્સન અને કેસિનો જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા જેમ્સ વુડ્સે સીએનએનને તેમની પેસિફિક પેલિસેડ્સ મિલકત પર થયેલા વિનાશ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કેએક દિવસ તમે પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હોવ છો અને બીજા દિવસે બધું જ ખતમ થઈ ગયું છે.
અને પેરિસ હિલ્ટને કહ્યું કે તેણીએ માલિબુમાં પોતાનું ઘર ગુમાવ્યું છે. મારા પરિવાર સાથે બેસીને સમાચાર જોતા માલિબુમાં મારા ઘરને લાઈવ ટીવી પર બળીને ખાખ થતું જોવું એ એવી વાત છે જે કોઈએ ક્યારેય ન જોવી જોઈએ. તેણીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતુ કે આ એક એવું ઘર છે જે આપણી ઘણી બધી કિંમતી યાદોને સાચવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોસ એન્જલસમાં પાંચ સ્થળોએ હજુ પણ આગ ભભૂકી રહી છે. અત્યાર સુધીમાં ૧,૩૭,૦૦૦ થી વધુ લોકો પોતાના ઘર છોડી ચૂક્યા છે. ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આ પ્રદેશમાં સૌથી મોટી આગ પેલિસેડ્સમાં લાગી છે. તે પછી ઈટનની હાલત પણ ખૂબ જ ખરાબ છે.
સનસેટ, હર્સ્ટ અને લિડિયામાં આગ હજુ પણ સક્રિય છે. લગભગ 2,000 ઇમારતો અને ઘરો નાશ પામ્યા છે અને આ સંખ્યા વધવાની ધારણા છે. ભારે પવન અને સૂકા વાતાવરણને કારણે આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.
ફાયર ચીફએ જણાવ્યું હતું કે આગ કાબૂમાં લેવાની શૂન્ય શક્યતા છે. રાષ્ટ્રપતિ બાઇડને રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇટાલીનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. હજારો વિસ્થાપિત લોકોને એ વાતની ચિંતા છે કે તેમના ઘરો આગમાં બચ્યા છે કે નહીં.