World GK: આ છે દુનિયાના સૌથી ગરીબ દેશ, આ નંબર પર આવે છે ભારતનું નામ
World GK: IMFના રિપોર્ટના આધારે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વના સૌથી વધુ દેવાદાર દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાંથી, વિશ્વના કયા દેશ પર તેની જીડીપીનું દેવું છે તેના ડેટા આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં જે દેશનું નામ પ્રથમ સ્થાન પર છે તે જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં સૌથી વધુ દેવાદાર દેશોની યાદીમાં જાપાનનું નામ પ્રથમ આવે છે. જેના પર દેવું તેમના જીડીપીના 216 ટકા છે.
આ પછી ગ્રીસનું નામ આવે છે. ગ્રીસ પર તેની જીડીપીના 203 ટકા દેવું છે. એટલે કે દેવું દેશના કુલ જીડીપી કરતાં બમણું છે. આ જ કારણ છે કે આ દેશ પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
ત્રીજું નામ સાંભળીને તમને નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે લિસ્ટમાં ત્રીજા સ્થાન પર યૂનાઈટેડ કિંગડમનું નામ આવે છે. જેના પર દેવું તેના જીડીપીના 142 ટકા છે.
લેબનોનનું નામ ચોથા નંબર પર આવે છે. લેબનોન તેના જીડીપીના 128 ટકા દેવું ધરાવે છે. તેમજ આ દેશ યુદ્ધના સંકટનો સામનો કરી રહ્યો છે.
ત્યારબાદ સ્પેનનું નામ આવે છે, સ્પેન પર તેની જીડીપીના 111 ટકા દેવું છે. રશિયા-યૂક્રેન યુદ્ધ અને કોવિડ-19 બાદ સ્પેન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
આ પાંચ દેશો સિવાય જો આપણે ભારતની વાત કરીએ તો ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ કહેવાય છે, જેના પર દેવું તેની જીડીપીના 46 ટકા છે.