Iran Election Result 2024: કોણ છે મસૂદ પેજેશકિયાન, ઇરાનની સત્તા સંભાળશે, જાણો તેમના વિશે A ટૂ Z
Iran Election Result 2024: મસૂદ પેજેશકિયાને શનિવારે (6 જુલાઈ) ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે. ઈરાનને નવા રાષ્ટ્રપતિ મળ્યા, મસૂદ પેજેશકિયાને કટ્ટરપંથી જલિલીને હરાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરાનમાં હેલિકોપ્ટર દૂર્ઘટનામાં ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. ઈરાનના ચૂંટણી સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી મત ગણતરી બાદ, મસૂદ પેજેશકિયાને 16.3 મિલિયન મતો મળ્યા છે, જ્યારે તેમના હરીફ અને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 13.5 મિલિયન મત મળ્યા છે.
મસૂદ પેજેશકિયાને જલીલીને 28 લાખ મતોના માર્જિનથી હરાવ્યા. મસૂદ પેજેશકિયાન ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને વ્યવસાયે હાર્ટ સર્જન પણ છે. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જેઓ લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં હાજર છે.
મસૂદ પેજેશકિયાનનો જન્મ 29 સપ્ટેમ્બર 1954ના રોજ ઉત્તર-પશ્ચિમ ઈરાનના મહાબાદમાં થયો હતો. તે અઝેરી બોલે છે અને લાંબા સમયથી ઈરાનના વિશાળ લઘુમતી વંશીય જૂથોની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણા લોકોની જેમ, તેણે ઈરાન-ઈરાક યુદ્ધમાં સેવા આપી હતી. તબીબી ટીમોને યુદ્ધના મેદાનમાં મોકલી.
હવે ચૂંટણી પરિણામો અનુસાર, 3 કરોડ મતોમાંથી, ડૉ. મસૂદ પેજેશકિયાનને 53.3 ટકા મત મળ્યા છે, જ્યારે તેમના હરીફ જલિલીને 44.3 ટકા મત મળ્યા છે.
તેઓ હાર્ટ સર્જન છે અને મસૂદ પેજેશકિયાન મેડિકલ સાયન્સની તાબ્રિઝ યૂનિવર્સિટીના વડા તરીકે સેવા આપી હતી. 1994માં તેમની પત્ની ફતેમેહ મજીદી અને એક પુત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી ડોક્ટરે બીજા લગ્ન ન કર્યા અને બાકીના બે પુત્રો અને એક પુત્રીને એકલા હાથે ઉછેર્યા.
મસૂદ પેજેશકિયાન લાંબા સમયથી સાંસદ છે. તેમના સમર્થકો તેમની જીતની ઉજવણી કરી રહ્યા છે. મસૂદ પેજેશકિયાને સત્તામાં મોટો ફેરફાર કર્યો છે. મતગણતરી દરમિયાન જ તેમના સમર્થકો જશ્ન મનાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન, મસૂદ પેજેશકિયાને દેશની શિયા ધર્મશાહીમાં કોઈ ફેરફાર નહીં કરવાનું વચન આપ્યું હતું. મસૂદ પેજેશકિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈને દેશના તમામ મામલામાં અંતિમ મધ્યસ્થી માને છે.
2022 માં મસૂદ પેજેશકિયાને મહસા અમીનીના મૃત્યુ અંગે સત્તાવાળાઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. યોગ્ય રીતે હિજાબ ના પહેરવાને કારણે મહસા અમીનીની હત્યા કરવામાં આવી હતી. મહસાના મૃત્યુ બાદ દેશભરમાં દેખાવો થયા હતા. મસૂદ પેજેશકિયાને કહ્યું કે અમે હિજાબ કાયદાનું સન્માન કરીશું, પરંતુ મહિલાઓ પ્રત્યે ક્યારેય કોઈ દખલગીરી કે અમાનવીય વર્તન ન થવું જોઈએ.
ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રથમ તબક્કો 28 જૂને યોજાયો હતો. આમાં કોઈ ઉમેદવાર બહુમતીનો આંકડો પાર કરી શક્યો ન હતો, ત્યારબાદ 5 જુલાઈએ બીજી વખત ચૂંટણી યોજાઈ હતી. ઈરાનના બંધારણ મુજબ, જો પ્રથમ રાઉન્ડમાં કોઈને બહુમતી ના મળે, તો ટોચના બે ઉમેદવારો વચ્ચે ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે. પ્રથમ તબક્કામાં મસૂદ પેજેશકિયાને 42.5 ટકા અને જલીલીને 38.8 ટકા વોટ મળ્યા હતા.