Pakistan Iran: પાકિસ્તાન અને ઈરાનમાં કોની સેના છે સૌથી વધુ તાકાતવર,કોની પાસે છે કેટલા વિમાન? જાણો વિગતે
Pakistan Iran Tension: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે અભૂતપૂર્વ તણાવ ચાલી રહ્યો છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવાના આરોપમાં બંને દેશો વચ્ચે હુમલાઓ થવા લાગ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન અને ઈરાન વચ્ચે તાજેતરના તણાવનું કારણ આતંકવાદીઓને આશ્રય આપવાનું છે. બંને દેશો એકબીજા પર આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનો આરોપ લગાવતા રહે છે. આ ક્રમમાં ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો અને ત્યારબાદ પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરી.
પાકિસ્તાન અને ઈરાન તણાવના અભૂતપૂર્વ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ બંને વચ્ચે શું તફાવત છે? ઈરાનની કુલ વસ્તી 8 કરોડ 75 લાખ 90 હજાર છે, જ્યારે પાકિસ્તાનમાં 24 કરોડ 76 લાખ લોકો રહે છે. વસ્તીની દૃષ્ટિએ પાકિસ્તાનમાં ઈરાન કરતાં વધુ વસ્તી છે.
ઈરાનની સેનામાં 6 લાખ 10 હજાર સક્રિય સૈનિકો છે જ્યારે પાકિસ્તાનની સેનામાં 6 લાખ 54 હજાર સક્રિય સૈનિકો છે. એટલે કે પાકિસ્તાન પાસે 44000 હજાર વધુ સૈનિકો છે. પાકિસ્તાને 5 લાખ 50 હજાર સૈનિકોને રિઝર્વમાં રાખ્યા છે જ્યારે ઈરાનમાં માત્ર 3.5 લાખ રિઝર્વ સૈનિકો છે.
ઈરાન અને પાકિસ્તાનના સંરક્ષણ બજેટમાં ઘણો તફાવત છે. ઈરાનનું સંરક્ષણ બજેટ 9 અબજ 95 કરોડ 44 લાખ 51 હજાર ડોલર છે. જ્યારે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 6 અબજ 34 કરોડ 98 લાખ 76 હજાર છે.
પાકિસ્તાન એરફોર્સ પાસે 1434 એરક્રાફ્ટ છે જ્યારે ઈરાન પાસે માત્ર 551 એરક્રાફ્ટ છે. પાકિસ્તાન પાસે ઈરાન કરતા 883 વધુ એરક્રાફ્ટ છે. ઈરાનની નૌકાદળ પાસે 19 સબમરીન છે જ્યારે પાકિસ્તાન માત્ર 8 સબમરીન સાથે દરિયામાં પેટ્રોલિંગ કરે છે.