PM Modi In Laos: ચાંદીનો મોર, મહારાષ્ટ્રના કોતરેલા દીવા! PM મોદીએ લાઓસમાં કોને આ ખાસ ભેટ આપી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. સમિટ દરમિયાન પીએમ મોદીએ આસિયાનના અગ્રણી નેતાઓ અને અન્ય દેશોના વડાઓને ભારતમાં બનેલી કેટલીક ખાસ ભેટો આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને ચાંદીની બનેલી મોરની પ્રતિમા ભેટમાં આપી છે, જે ભારતના પશ્ચિમ બંગાળના કારીગરોની પ્રતિભા દર્શાવે છે.
વડા પ્રધાન મોદીએ ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનને લેમ્પ્સનો સેટ ભેટ આપ્યો છે. આ કોઈ સામાન્ય દીવો નથી પરંતુ મહારાષ્ટ્રના કારીગરોએ બનાવેલો ચાંદીનો દીવો છે, જેના પર બે ખૂબ જ સુંદર મોર કોતરેલા છે.
વડા પ્રધાન મોદીએ થાઇલેન્ડના વડા પ્રધાન પેન્ટોગટાર્ન શિનાવાત્રાને જટિલ શુદ્ધ કોતરણી સાથે ઓછી ઊંચાઈનું ટેબલ ભેટ આપ્યું છે. આ ટેબલ લદ્દાખના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર અને રંગબેરંગી છે.
વડા પ્રધાન મોદીએ લાઓસના વડા પ્રધાનની પત્ની વંડારા સિફન્ડોને ખાસ ભેટ આપી છે. PMએ તેમને રાધા કૃષ્ણ થીમ સાથેનું માલાકાઈટ અને કેમલ બોન બોક્સ ભેટમાં આપ્યું હતું.