યૂક્રેન છોડવા સંઘર્ષ, ભારતના 40 મેડિકલના વિદ્યાર્થી ચાલતા પોલેન્ડ બોર્ડર તરફ નિકળ્યા, સામે આવી આ તસવીરો
યુક્રેનમાંથી બહાર નીકળવાના સંઘર્ષ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓનું એક જૂથ પગપાળા યુક્રેન-પોલેન્ડ બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી એએનઆઈએ એક ભારતીય વિદ્યાર્થીને ટાંકીને જણાવ્યું છે કે લિવમાં ડેનલી હેલિટ્સકી મેડિકલ યુનિવર્સિટીના લગભગ 40 મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા સરહદ તરફ જઈ રહ્યા છે.
કોલેજ બસે આ વિદ્યાર્થીઓને બોર્ડરથી લગભગ 8 કિમી દૂર ઉતારી દીધા હતા, ત્યારબાદ આ વિદ્યાર્થીઓ બોર્ડર સુધી ચાલી રહ્યા છે.
પશ્ચિમ યુક્રેનના લિવ અને ચેરનિત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ઓફિસોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની મદદ માટે વધારાના રશિયન બોલતા અધિકારીઓને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.
યુક્રેન-રોમાનિયા બોર્ડર પર જતી વખતે આ તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.વિદ્યાર્થીઓએ હાથમાં ભારતનો ધ્વજ પકડ્યો હતો. દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ વિદ્યાર્થીઓને બસ દ્વારા ચેરનિત્સીથી યુક્રેન રોમાનિયા બોર્ડર પર લાવવામાં આવી રહ્યા છે.
રશિયન હુમલા બાદ યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો ફસાયા છે, તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.