ભારતમાં કોરોનાના ખતરો વધતા કયા દેશના ખેલાડીઓ IPL અધવચ્ચે છોડીને ભાગવા લાગ્યા, જાણો વિગતે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક અને જીવલેણ બની રહી છે. સરકાર પણ લોકોને સાવચેત રહેવા માટે કહી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન રમાઇ રહી છે. જોકે આ વર્ષની આઇપીએલ ભારતમાં માત્ર છ શહેરોમાં જ રમાઇ રહી છે, અને તે પણ ખાલી સ્ટેડિયમમાં. ભારતમાં વધી રહેલા કોરોનાના ખતરાને લઇને હવે આઇપીએલમાં કેટલાક ખેલાડીઓ ડરી ગયા છે, અને રિપોર્ટ પ્રમાણે તે પોતાના દેશમાં પરત ફરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ પ્રમાણે, આઇપીએલમાં કેટલાક ખેલાડીઓ માનસિક રીતે કમજોર પડી રહ્યાં છે. ખાસ વાત છે કે સ્ટ્રૉન્ગ બાયૉ બબલની વચ્ચે આઇપીએલની આ સિઝન રમાઇ રહી છે. આમાં ભારત સહિત દુનિયાના મોટાભાગના ક્રિકેટ રમતા દેશોના ખેલાડીઓ પણ સામેલ છે. પરંતુ રિપોર્ટ છે કે બાયૉ બબલમાં રહેવા છતાં કેટલાક ખેલાડીઓ માનસિક રીતે કમજોર બની રહ્યાં છે, અને આઇપીએલ છોડીને પોતાના ઘરે ભાગી રહ્યાં છે.
રિપોર્ટ છે કે, બાયૉ બબલ અને કોરોનાના ખતરાને લઇને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પોતાના દેશમાં પરત ફરી રહ્યાં છે.
વિરાટ કોહલીની ટીમના સ્ટાર ખેલાડી એડમ જામ્પા અને કેન રિચર્ડસન આઇપીએલ અધવચ્ચેથી છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફરી ચૂક્યા છે.
આ લિસ્ટમાં વધુ એક ઓસ્ટ્રેલિયનો સમાવેશ થાય છે, અગાઉ રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહેલા એન્ડ્યૂ ટાય પણ આઇપીએલમાંથી બ્રેક લઇને પર્થ પહોંચી ચૂક્યો છે. આ તમામ ક્રિકેટરોને ભારતમાં વધી રહેલા કોરોનાના પ્રકોપનો જોરદાર ડર સતાવી રહ્યો છે, જેથી તેઓ હાલ પોતાની ફેમિલી સાથે સમય વિતાવવા પરત ફર્યા છે.
ખાસ વાત છે કે, બે દિવસ અગાઉ ઇંગ્લિશ પ્લેયર લિયામ લિવિંગ્સટૉને રાજસ્થાન રૉયલ્સ છોડી દીધી હતી, અને તાજા ન્યૂઝ પ્રમાણે ગઇકાલે દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ આઇપીએલમાંથી કોરોનાના કારણે બ્રેક લઇ લીધો છે.
સુત્રો પ્રમાણે, હજુ પણ કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઇપીએલ છોડી શકે છે, આમાં ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ પણ સામેલ છે. મોટાભાગના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતમાં કોરોના અને ક્વૉરન્ટાઇન પીરિયડથી કંટાળી ગયા છે, જેથી તેઓ વતન પરત જઇ શકે છે.
આ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માતા પિતા પણ કોરોનાના કારણે હૉસ્પીટલાઇઝ્ડ થયા છે. આઇપીએલમાં પણ શરૂઆતમાં કેટલાક કોરોના પૉઝિટીવ કેસો સામે આવી ચૂક્યા છે. અક્ષર પટેલ, દેવદત્ત પડિકલ, નીતિશ રાણા અને અન્ય સપોર્ટ સ્ટાફ મેમ્બરો સામેલ હતા.