ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર પત્નીને લઇને હૉલીડે બ્રેક પર નીકળ્યો, જાણો કોણ છે આ ને ક્યાં ગયો...........
મુંબઇઃ ટીમ ઇન્ડિયા (Team India)ના સ્ટાર ક્રિકેટર અને બૉલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની ટીમ મુંબઇ ઇન્ડિયન્સનો (MI) આ વર્ષનો આઇપીએલ (IPL)નો સફર લીગ રાઉન્ડમાં જ ખતમ થઇ ગયો હતો. બુમરાહ હાલમાં પોતાની પત્ની સંજના ગણેશન (Sanjana Ganesan)ની સાથે બ્રિટનમાં નાના હૉલિડે બ્રેક પર નીકળી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુએઇ (UAE)માં જલદી શરૂ થવા જઇ રહેલા ટી20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલા બુમરાહ પોતાની પત્ની સંજના ગણેશનની સાથે માન્ચેસ્ટર (Manchester)માં વેકેશન મનાવી રહ્યો છે. સંજના પણ IPL 2021ની બ્રૉડકાસ્ટ ટીમનો ભાગ હતી.
બુમરાહ પોતાની પત્ની સંજના ગણેશનની સાથે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)માં સામેલ દુનિયાના નામચીન ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United)ના હૉમ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. થિયેટર ઓફ ડ્રીમ્સ (Theatre of Dreams)ના નામથી જાણીતુ આ બ્રિટનનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે. ક્લબે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બુમરાહની તસવીરોની સાથે તેનુ અહીં વેલકમ કર્યુ. માન્ચેસ્ટર યૂનાઇટેડે પોતાની પૉસ્ટમાં લખ્યુ- જસપ્રીત, તમને ઓલ્ડ ટ્રેફર્ડમાં જોઇને બહુજ ખુશી થઇ.
આ વિઝીટ દરમિાયન ભારતના સ્ટાર બૉલરે માન્ચેસ્ટર યૂનાઇટેડે પોતાની ટીમ જર્સી પણ ગિફ્ટ કરી. આ જર્સીની પાછળ 93નો અંક છપાવેલો હતો. જે ટીમ ઇન્ડિયા માટે બુમરાહની જર્સી નંબર છે.
જસપ્રીત બુમરાહે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને શાનદાર સ્વાગત માટે માન્ચેસ્ટર યૂનાઇટેડ ક્લબનો આભાર માન્યો. પોતાની પૉસ્ટમાં બુમરાહે લખ્યુ- માન્ચેસ્ટર યૂનાઇટેડ, તમારી મહેમાનનવીજી માટે આભાર. થિએટર ઓફ ડ્રીમ્સમાં આજનો આ દિવસ એકદમ શાનદાર ગુજર્યો.
બુમરાહ અને સંજના બન્નેને ક્રિકેટ ઉપરાંત બીજા રમતોમાં પણ ખુબ રસ છે. તાજેતરમાં જ બુમરાહ અને સંજના ઇંગ્લેન્ડમાં યૂરો કપની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આ વર્ષે માર્ચ માહિનામાં ગોવામાં સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા હતા.