1st Test Practice: ટીમ ઇન્ડિયાની નાગપુરમાં સખત પ્રેક્ટિસ, બૉલિંગ-બેટિંગમાં આ રીતે પાડ્યો ખેલાડીઓએ પરસેવો, જુઓ તસવીરો
IND Vs AUS, 1st Test Practice: ટીમ ઇન્ડિયાની ટક્કર હવે આગામી 9મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, આ પહેલા ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આની તસવીરો ખુદ બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઇએ એક પછી એક ટ્વીટ કરીને તસવીરો શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નાગપુરમાં નેટ પ્રેક્ટિસ કરતાં દેખી શકાય છે,
આ તસવીરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા સહિતના ક્રિકેટરો બેટિંગ કરતાં દેખી શકાય છે, તો ઉનડકટ અને સિરાજ બૉલિંગ પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બૉડર્ડ-ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ રમાશે.
ભારતના યુવા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે નેટમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી, સિરાજ ટેસ્ટમાં શાનદાર બૉલિંગ માટે જાણીતો છે.ન્યૂુઝીલેન્ડ સામે વનડેમાં સિરાજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
ભારતના સ્ટાર મીડિલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ પ્રેક્ટિસ કરી હતી, પુજારાને ટેસ્ટનો શાનદાર બેટ્સમેન ગણવામાં આવે છે.
બેટિંગ, બૉલિંગ ઉપરાંત નેટ્સમેન કેચિંગ અને ફિલ્ડિંગની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
ગુજરાત ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે બૉલિંગની પ્રેક્ટિસ કરી હતી. આ તમામ તસવીરો ખુદ બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 9-13 માર્ચ - ચોથી ટેસ્ટ