WPL 2024: નવ ડિસેમ્બરના રોજ થશે ઓક્શન, આ છ વિદેશી ક્રિકેટરોને મળી શકે છે કરોડો રૂપિયા
WPL Auction: વિમન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટેની હરાજી 9 ડિસેમ્બરે યોજાશે. અહીં 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ રૂ. 17.65 કરોડ ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિમેન્સ પ્રીમિયર લીગની મિની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ સૌથી મોંઘી ખેલાડી બની શકે છે. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. આ 27 વર્ષીય ઓલરાઉન્ડરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23ની એવરેજથી 764 રન કર્યા છે અને 20ની એવરેજથી 45 વિકેટ ઝડપી છે.
વેસ્ટ ઈન્ડિઝની 32 વર્ષીય ડેન્ડ્રા ડોટિન આ હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઈઝ ધરાવતી બીજી ખેલાડી છે. તેની બેઝ પ્રાઇઝ પણ 50 લાખ રૂપિયા છે. આ ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25ની એવરેજથી 2697 રન બનાવ્યા છે. બોલિંગમાં આ ખેલાડીએ 19ની એવરેજથી 62 વિકેટ ઝડપી છે.
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે. આ 22 વર્ષીય ખેલાડી T20 ઈન્ટરનેશનલમાં 144ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. ચોક્કસપણે આ ખેલાડી પર પૈસાનો વરસાદ થવાનો છે.
ઓસ્ટ્રેલિયન બોલર જ્યોર્જિયા વેરહેમે T20 ઈન્ટરનેશનલની 46 મેચમાં 16ની શાનદાર બોલિંગ એવરેજ સાથે 44 વિકેટ લીધી છે. આ 24 વર્ષની સ્પિનર હરાજીમાં ઘણા પૈસા કમાઈ શકે છે.
ઈંગ્લેન્ડની વિકેટકીપર બેટ્સમેન એમી જોન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારો અનુભવ ધરાવે છે. આ 30 વર્ષીય ખેલાડીએ 91 T20 મેચમાં 121ની સ્ટ્રાઈક રેટથી 1327 રન કર્યા છે. તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા છે પરંતુ હરાજીમાં તેમની કિંમત કરોડોમાં હોઈ શકે છે.
સાઉથ આફ્રિકાની 35 વર્ષની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલ પર પણ પૈસાનો વરસાદ થઇ શકે છે. આ ખેલાડીએ 113 T20 ઈન્ટરનેશનલ મેચમાં 18ની એવરેજથી 123 વિકેટ ઝડપી છે.