Photos: ઓસ્ટ્રેલિયાને હરાવીને ઝૂમી ઉઠ્યા અફઘાનિસ્તાનના ખેલાડીઓ, તસવીરો જોઇ થઇ જશો ખુશ
T20 World Cup 2024 AFG vs AUS: અફઘાનિસ્તાને ટી-20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓનું રિએક્શન જોવાલાયક હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટી-20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને મોટા અપસેટમાં હરાવ્યું હતું. અફઘાનિસ્તાન 21 રને મેચ જીત્યું હતું
આ જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓમાં ખુશી છવાઈ ગઈ છે. જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓની તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં અફઘાન ખેલાડીઓના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. અફઘાન ખેલાડીઓની આ તસવીરો ખરેખર જોવા જેવી છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી મોટી ઇનિંગ રમી અને 49 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા.
ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ અફઘાન બોલરોના હાથે 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા.
મેક્સવેલ સિવાય ઓસ્ટ્રેલિયાનો અન્ય કોઈ બેટ્સમેન ચાલી શક્યો નહોતો. મેક્સવેલ સિવાય ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી.