T20 WC 2022: ટી20 વિશ્વકપમાં પાકિસ્તાનની હાર થતા જ મીમ્સ થયા વાયરલ
T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર બાદ સોશિયલ મીડિયા પર ખુબ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા.
મેચ જીતવા 138 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સર્વાધિક 52 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જોસ બટલર 26, હેરી બ્રુક 20 અને ફિલિપ સોલ્ટ 10 રન બનાવી આઉટ થયા હતા. મોઈન અલી એ 19 રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાન તરફથી હેરિસ રાઉફે 2, શાદાબ ખાન, મોહમ્મદ વસિમ જૂનિયર અને શાહિન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી હતી.
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. શોન મસૂદે સર્વાધિક 38 રન બનાવ્યા હતા.
કેપ્ટન બાબર આઝમે 32 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાને 20 અને મોહમ્દ રિઝવાને 15 રન બનાવ્યા હતા. સેમ કરને 3, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી.
લોકો વિરાટ કોહલીની તસવીરો શેર કરી મજા લઈ રહ્યા છે.