Photos: એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે પાકિસ્તાનની સ્ટાર સિંગર એમા બેગ
Asia Cup 2023: પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ એશિયા કપ 2023ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ પરફોર્મ કરશે. તેણે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે. મહત્વની વાત એ છે કે તેણે કોક સ્ટુડિયો માટે ગીતો પણ ગાયા છે. એમાએ તેની કરિયરની શરૂઆતમા ઘણા સારા ગીતો ગાયા. તેણે 2015માં પહેલું સિંગલ રિલીઝ કર્યું હતું. આ પછી તે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપી ચૂકી છે.
એમાએ 2015 માં એક સિંગલ રિલીઝ કર્યું હતું અને તે પેશાવર સ્કૂલ હુમલાના બાળકોને સમર્પિત કર્યું હતું. એમાનુ ગીત ‘નન્હે હાથો મેં કલમ’ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે YouTube પર શેર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં એમાની મોટી ફેન ફોલોઈંગ છે. વિદેશમાં પણ લોકો તેને પસંદ કરે છે. એમાને ઈન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે તે 862 લોકોને ફોલો કરે છે.
એમાની યુટ્યુબ ચેનલ પર લગભગ 2 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેણે તાજેતરમાં એક નવું ગીત રજૂ કર્યું છે. ફનકારી નામના આ ગીતને યુટ્યુબ પર 2.2 મિલિયન લોકોએ જોયું છે.
એમા એશિયા કપ પહેલા ઘણી જગ્યાએ પરફોર્મ કરી ચૂકી છે. એશિયા કપના ઓપનિંગ સેરેમનીમાં નેપાળની સ્ટાર સિંગર ત્રિશાલા ગુરુંગ પણ તેની સાથે પરફોર્મ કરશે.