અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે મહાકાલના કર્યા દર્શન, જુઓ તસવીરો
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી હાલમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંન્નેએ પૂર્ણ ભક્તિભાવપૂર્વક મહાદેવની પૂજા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં અનુષ્કા અને વિરાટ કોહલી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જોવા મળી રહ્યા છે. દંપતીને અન્ય ભક્તો સાથે મંદિરની અંદર બેઠેલા જોઈ શકાય છે. આ દરમિયાન અનુષ્કા ભક્તિમાં મગ્ન જોવા મળી હતી જ્યારે વિરાટ એક પૂજારી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન અનુષ્કા અને વિરાટે સાથે મળીને બાબાની આરતી ઉતારી હતી. આ કપલ્સ દોઢ કલાક સુધી આ ભસ્મ આરતીમાં મગ્ન રહ્યા હતા.
આરતી બાદ વિરાટ અને અનુષ્કાએ બાબા મહાકાલનો અભિષેક પણ કર્યો હતો.
મંદિરમાં અનુષ્કા ગુલાબી સાડી પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે કપાળ પર ચંદન પણ લગાવ્યું હતું. વિરાટે આ સમય દરમિયાન સફેદ ધોતી પહેરી હતી અને તેના ગળામાં રુદ્રાક્ષની માળા સાથે તેના કપાળ પર ચંદનનો ચાંદલો કર્યો હતો.
દરમિયાન વિરાટ અને અનુષ્કા પૂર્ણ ભક્તિ સાથે હાથ જોડીને બાબાની પૂજા કરતા જોવા મળ્યા હતા.
જો કે આ દરમિયાન તેની પુત્રી વામિકા તેની સાથે જોવા મળી ન હતી.
આ પહેલા અનુષ્કા અને વિરાટે ઉત્તરાખંડ અને વૃંદાવનના મંદિરોની મુલાકાત એક સાથે કરી હતી. તે સમયે તેમની પુત્રી વામિકા પણ તેમની સાથે હતી.વિરાટ અને અનુષ્કાએ ઋષિકેશમાં બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી અને ગંગા ઘાટ પર ગંગા આરતી કરી હતી.