Asia Cup 2021: એશિયા કપમાં વિરાટની જગ્યાએ આ યુવા ખેલાડી બનશે ટીમનો કેપ્ટન, કોહલી ફિટ હોવા છતાં નહીં રમી શકે સીરીઝ, જાણો કેમ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ એકદમ ટાઇટ શિડ્યૂલમાં ક્રિકેટ રમી રહી છે. કોરોના કાળ બાદ શરૂ થયેલી ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. રિપોર્ટ છે કે આગામી જૂન મહિનો ભારતીય ટીમ માટે વધુ કપરો સાબિત થઇ શકે છે કે ક્વૉરન્ટાઇનના નિયમોના પાલન સાથે વિદેશી ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવી શક્ય નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી જૂન મહિનાઓમાં આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2021 શરૂ થવાની છે. જોકે હજુ સુધી આનુ કોઇ શિડ્યૂલ જાહેર નથી કરવામાં આવ્યુ. રિપોર્ટ છે કે બીસીસીઆઇ એશિયા કપ માટે ભારતીય ટીમની બી ટીમ ઉતારવામાં આવી શકે છે, આ ટૂર્નામેન્ટ જૂનના અંતમાં શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી શકે છે.
જોકે હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂક્યુ છે, અને આ ફાઇનલ જુન મહિનામાં જ રમાવવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 18 થી 23 જૂનની વચ્ચે રમાશે. જો એશિયા કપ આ વર્ષે આયોજિત થશે તો તેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ -બીસીસીઆઇ વ્યસ્ત શિડ્યૂલના કારણે પોતાની બીજી ટીમ મોકલી શકે છે.
આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે જો એશિયા કપનુ આયોજન થશે તો ભારતીય ટીમની બીજી ટીમ આ ટૂર્નામેન્ટ રમશે. રિપોર્ટ છે કે વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા, બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓનુ શિડ્યૂલ ખુબ વ્યસ્ત છે. જેના કારણે ટીમની કમાન ધૂરંધર બેટ્સમેન કેએલ રાહુલને સોંપવામાં આવી શકે છે, એટલે કે કેએલ રાહુલને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે, અને ટીમ ઇન્ડિયાની બીજી ટીમ લોકેશ રાહુલની આગેવાનીમાં રમશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જો એશિયા કપ રમાય છે, તો ભારત પાસે કોઇ ઓપ્શન નહીં રહે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે કોઇ જોખમ નહીં લે. ખેલાડીને બે વાર ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ હાર્ડ વર્ક સાબિત થઇ શકે છે. આ કારણે એશિયા કપમાં બીજી ટીમ મોકલવામાં આવી શકે છે.
ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની સીરીઝ રમવાની છે. આવામાં ભારતની પાસે એશિયા કપ 2021માં બીજી ટીમ મોકલવા સિવાય કોઇ ઓપ્શન નથી. બીજા દરજ્જાની ટીમ મતલબ ટીમ ઇન્ડિયા એશિયા કપમાં વિરાટ કોહલી, પંત, રોહિત, બુમરાહ અને શમી વિના ઉતરશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18 જૂનથી શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે જૂનના પહેલા સપ્તાહમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે. આવામાં ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને 14 દિવસના સખત ક્વૉરન્ટાઇન પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.