Asia Cup 2023: ભારતે પાકિસ્તાન સામે બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
ટીમ ઈન્ડિયાએ આજે પાકિસ્તાન સામે પોતાના જ 2005માં નોંધાવેલ સ્કોરની બરાબરી કરી છે. વર્ષ 2005માં કેપ્ટન સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાન સામે 9 વિકેટે 356 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ધોનીએ 148 રન, વિરેન્દ્ર સેહવાગે 40 બોલમાં 74 રન જ્યારે રાહુલ દ્રવિડે 52 રન ફટકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજની મેચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન નોંધાવી પાકિસ્તાન સામે પોતાના જ હાઈએસ્ટ સ્કોરની બરોબરી કરી છે.
આજની મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 122 રન કરી ધમાકેદાર બેટીંગ કરી છે, જ્યારે તેનો સાથ આપનાર કે.એલ.રાહુલે પણ 106 બોલમાં 2 સિક્સ અને 12 ફોરની મદદથી 111 રન કર્યા છે, જ્યારે ઓપનિંગમાં આવેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે પણ પાકિસ્તાનને હંફાવ્યા છે. રોહિતે 49 બોલમાં 56 જ્યારે શુભમન ગીલે 52 બોલમાં 58 રન કર્યા છે.
વિરાટ કોહલીએ 278 વનડે મેચોની 267 ઇનિંગ્સમાં 13024 રન બનાવ્યા છે. આનાથી ઓછી ઈનિંગ્સમાં અન્ય કોઈ બેટ્સમેન ODI ફોર્મેટમાં 13 હજાર રનનો આંકડો સ્પર્શી શક્યો નથી.
વિરાટ કોહલી અને કેએલ રાહુલએ 233 રનની એશિયા કપની સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવી હતી.
રાહુલ 5 મહિના બાદ મેદાનમાં પરત ફરી રહ્યો છે. રાહુલે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.