હોમ લોન, કાર લોન થઈ સસ્તી! આ સરકારી બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો નવા દર

બેંક ઓફ મહારાષ્ટ્રે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન જેવી છૂટક લોન પરના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. બેંક દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઘટાડા બાદ હોમ લોન માટે બેન્ચમાર્ક દર ઘટીને ૮.૧૦ ટકા થઈ ગયો છે, જે બેન્કિંગ સેક્ટરમાં સૌથી નીચો દર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ સાથે જ કાર લોન પર વ્યાજ દર ૮.૪૫ ટકા થઈ ગયો છે. એજ્યુકેશન લોન અને રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં પણ એક ક્વાર્ટર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે બેંકે હોમ લોન અને કાર લોન પર પ્રોસેસિંગ ફી પણ માફ કરી છે, જેથી લોન લેવી વધુ ફાયદાકારક બનશે.
માત્ર બેંક ઓફ મહારાષ્ટ્ર જ નહીં, તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંકે હોમ લોન પર વ્યાજ દર ૮.૧૫ ટકાથી શરૂ કર્યા છે અને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ પણ માફ કર્યા છે.
જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હોમ લોનના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને નવો દર ૮.૨૫ ટકા કર્યો છે, જે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ થી અમલમાં આવી ગયો છે.