આ છે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોચના પાંચ ખેલાડી, બે ભારતીય પણ સામેલ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI ક્રિકેટમાં 250 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં હાંસલ કરી છે. આ મેચમાં પાંચ સિક્સ ફટકારવાની સાથે જ તેણે વનડે ક્રિકેટમાં તેની 250 સિક્સ પણ પૂરી કરી લીધી. વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં સૌ પ્રથમ સ્થાને પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી છે. તેણે પાકિસ્તાન તરફથી 398 વન-ડે મેચ રમી છે. તેણે 351 સિક્સ ફટકારી છે.
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ ગેઇલ આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે 301 વન-ડે મેચમાં 331 સિક્સ ફટકારી છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા છે. તેણે 445 મેચમાં 270 સિક્સ ફટકારી છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાન પર પહોંચ્યો છે. તેણે 231 વન-ડે રમી છે જેમાં તેણે 9359 રન બનાવ્યા હતા.
આ યાદીમાં પાંચમા સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. જેણે 350 વન-ડે મેચમાં 229 સિક્સ ફટકારી છે.