IND v NZ: નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનું હાર્ડ વર્ક, બેટિંગ-બૉલિંગમાં ખેલાડીઓ કરી જોરદાર પ્રેક્ટિસ, જુઓ તસવીરો
IND v NZ series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ જામશે, આ પહેલા ટીમ ઇન્ડિયાએ સીરીઝ કબજે કરવા નેટ્સમાં પરેસેવો પાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ કરતી તસવીરો ખુદ બીસીસીઆઇએ પોતાના ઓફિશિય ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના કૉચ અને ખેલાડીઓ મેદાન પર દેખાઇ રહ્યાં છે.
ભારતીય ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝ કબજે કરવા ઉતરશે. અહીં ભારતીય ટીમનો રેકોર્ડ ખુબ જ સારો છે, અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓવરઓલ ટી20માં ટીમ ઇન્ડિયા ભારે પડતી દેખાઇ રહી છે.
કૉચ રાહુલ દ્રવિડ, બેટિંગ અને બૉલિંગ સાથે વાતચીત કરતા દેખાઇ રહ્યાં
મેદાન પર ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા સહિતના યુવા બેટ્સમેને પ્રેક્ટિસ કરતા દેખાઇ રહ્યા છે.
આ ઉપરાંત બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલ, ઉપરાંત ફાસ્ટ બૉલર ઉમરાન મલિક સખત બૉલિંગ પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલની જગ્યાએ પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
અત્યાર સુધી અહીં રમાયેલી 6 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શુભમન ગિલ/પૃથ્વી શો, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે.