T20 WC 2022 Longest Six: ઇફ્તિખાર અહેમદે ફટકાર્યો સૌથી લાંબો છગ્ગો, ટૉપ-5માં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન
Biggest Six in T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 અત્યારે સુધી ઘણાબધા છગ્ગા લાગ્યા છે. પરંતુ ગઇકાલે એક લાંબા છગ્ગાએ બધાને ચોંકાવી દીધા છે. હવે સુપર-12 રાઉન્ડમાં સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલામાં પાકિસ્તાનનો ઇફ્તિખાર અહેમદ ટૉપ પર આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના મીડલ ઓર્ડર બેટ્સમેન ઇફ્તિખાર અહેમદે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 વર્લ્ડકપની મેચમાં 106 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ ટૂર્નામેન્ટની સુપર 12 રાઉન્ડમાં તે સૌથી લાંબો છગ્ગો ફટકારનારો ખેલાડી બની ગયો છે.
આ વર્લ્ડકપના સુપર 12 રાઉન્ડમાં બીજો સૌથી લાંબો છગ્ગો ડેવિડ મિલરે ફટકાર્યો, તેને ભારત વિરુદ્ધ મેચમાં બૉલને સીધો 104 મીટર દુર પહોંચાડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ આ મામલામાં ત્રીજા નંબર પર છે, તેને ન્યૂઝીલેન્ડ સામેની સુપર 12 રાઉન્ડની ઓપનિંગ મેચમાં 102 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ પણ આ ટી20 વર્લ્ડકપમાં 102 મીટર લાંબો છગ્ગો ફટકારી ચૂક્યો છે. તેને આયરલેન્ડ સામે આ શૉટ રમ્યો હતો.
સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલામાં આ લિસ્ટમાં નંબર 5 પર પણ એક ઓસ્ટ્રેલિયન જ છે. માર્કસ સ્ટૉઇનિસે શ્રીલંકા સામે 101 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો.