Fashion Tips:નવી નવેલી દુલ્હન માટે આ આઉટફિટ છે બેસ્ટ, સ્ટાલિશ કૂર્તી સાથે આ પેન્ટ કરો ટ્રાય
Designer Kurti : જો તમે નવી નવેલી દુલ્હન છો તો સાસરિયામાં આપના લૂકને લઇને કન્ઝ્યુઝ છો તો આ આઇડિયા અપનાવી શકો છો. આ માટે આપ સ્ટાઇલિશ કુરતી અને બોટમને ટ્રાય કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનારકલી કુર્તી - જો તમે નવા પરણેલા હોવ અને તમે વિવિધ પ્રસંગો માટે પરંપરાગત પરંતુ સ્ટાઇલિશ કુર્તી પહેરવા માંગતા હોવ તો અનારકલી ડિઝાઇન શ્રેષ્ઠ છે. અનારકલી તમને મોનોક્રોમેટિક સ્ટાઈલ આપશે. જો તમે ઇચ્છો તો, તમે સિમ્પલ પ્રિન્ટેડ અનારકલી સૂટ પહેરી શકો છો અથવા તમે પાર્ટી વેર અનારકલી કુર્તી પણ અજમાવી શકો છો.
ફ્રન્ટ સ્લિટ કુર્તી - આ દિવસોમાં હાઈ સ્લિટ ડ્રેસ પણ ફેશનમાં છે. આ સ્ટાઇલ હવે કુર્તીઓમાં પણ જોવા મળી રહી છે. મોટાભાગની અભિનેત્રીઓ પેન્ટ સાથે ફ્રન્ટ સ્લિટ કુર્તી પહેરે છે. જો તમે ઈચ્છો તો જાહ્નવી કપૂર જેવી સ્ટાઇલિશ કુર્તી ટ્રાય કરી શકો છો.
ફુલ લેન્થ ગાઉન લુક કુર્તી - ફ્લોર લેન્થ કુર્તી ડિઝાઈન તમને ઈવનિંગ ગાઉન જેવો લુક આપે છે. તે જેટલો સ્ટાઈલિશ લાગે છે તેટલો જ રોયલ લુક આપે છે. તેથી જો તમે નવા લગ્ન પછી કોઈના ડિનર પર જઈ રહ્યા છો અથવા પૂજામાં બેસવા ઈચ્છો છો તો તમે ડાર્ક કલરની લોંગ લેન્થ કુર્તી ટ્રાય કરી શકો છો.
શરારા સાથેની શોર્ટ કુર્તી - આ દિવસોમાં શોર્ટ કુર્તી અને શરારા ખૂબ જ ફેશનમાં છે. સ્ટાઇલિશ હોવાની સાથે તે ખૂબ જ ભવ્ય લાગે છે. તમે તેને સીધી કુર્તી સાથે જોડી શકો છો અથવા ટૂંકા ફ્રોક પેટર્નવાળી કુર્તી સાથે શરારા અજમાવી શકો છો.
શિફોન કુર્તી - શિફોન ફેબ્રિકની સાડી હોય કે સૂટ, તે જોવામાં ખૂબ જ ભવ્ય લાગે છે. તેથી જો તમે નવી નવેલી દુલ્હન છો પરંતુ હળવા વજનનો સૂટ પહેરવા માંગો છો તો તમે શિફોન કુર્તી ટ્રાય કરી શકો છો. શિફોનમાં ફ્લોરલ પ્રિન્ટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે.
કોલર લૂક કુર્તી - આ કુર્તીની સ્ટાઈલ છે જેને તમે પાર્ટીથી લઈને ઓફિસ લુક સુધી ટ્રાય કરી શકો છો. જો લગ્ન પછી તમે કંઈક અલગ અને લૂક ક ટ્રાય કરવા માંગતા હોવ તો કોલર કુર્તીની ડિઝાઈન પરફેક્ટ રહેશે.
સ્ટ્રેટ કુર્તી - કુર્તીની આ એક એવી સ્ટાઈલ છે. જે એવરગ્રીન છે. જે ખૂબ જ સુંદર લાગે છે. તમે પલાઝો અથવા શરારા સાથે સ્ટ્રેટ કુર્તી પહેરી શકો છો તે ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે. આ સિવાય જો તમે તેને લેગિંગ્સ કે પેન્ટ સાથે કેરી કરશો તો તમને ખૂબ જ સ્માર્ટ લૂક આપશે.